Get The App

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે 2030 સુધીમાં 10 બિલિયન આઇફોન જેટલો ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ સર્જાશે

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે 2030 સુધીમાં 10 બિલિયન આઇફોન જેટલો ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ સર્જાશે 1 - image


Electronic Waste: હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ખૂબ જ બોલબાલા છે. દરેક વસ્તુમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આવી ગયું છે. પરંતુ AI દરેક મોડલ અથવા તો ડિવાઇઝમાં ચાલતું નથી. આ માટે ડિવાઇઝમાં ચોક્કસ જરૂરિયાત હોય છે. આ જરૂરિયાતને કારણે દુનિયામાં ઇલેક્ટ્રોનિક્સ કચરાનું પ્રમાણ ધીમે-ધીમે વધી રહ્યું છે.

ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટની ભવિષ્યવાણી

આ જરૂરિયાતને કારણે 2030 સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ એટલો બધો વધશે કે તેની સરખામણી 10 બિલિયન આઇફોન સાથે કરી શકાય છે. કેમ્બરિજ યુનિવર્સિટી અને ચાઇનિઝ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા એક પ્રોજેક્શન એટલે કે આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્ટડીમાં તેમણે ઇલેક્ટ્રોનિક વેસ્ટ અને તેના ઉકેલ વિશે વાત કરી છે.

AIને કારણે ઇલેક્ટ્રોનિક્સ કચરો

આ સ્ટડીમાં જણાવાયું છે કે AIનો ઉપયોગ કરવા માટે હમણાંના લેટેસ્ટ પ્રોસેસર અને પાર્ટ્સનો ઉપયોગ કરવો જરૂરી છે. તેથી, જૂની સિસ્ટમો કાઢી નાખીને નવી સિસ્ટમોનો ઉપયોગ કરવામાં આવશે, જેને કારણે જૂની સિસ્ટમો કચરામાં જશે. AI સર્વર દ્વારા પણ ઘણો ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ થવાનો છે. આ સર્વર્સને અપ-ટુ-ડેટ રાખવા અને જાળવવા પાછળ પણ ઘણો ખર્ચ થશે અને સતત ડિવાઇઝ અને સર્વરને બદલવું પડશે. AI સર્વરની લાઇફ ખૂબ જ ઓછી હોવાથી, તેને લગતા તમામ પાર્ટ્સ બદલતા રહેવું પડશે.

આ પણ વાંચો: વીડિયોની ક્વોલિટી ઘટાડી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ : પોપ્યુલર વીડિયો પર ફોકસ, જાણો કેમ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે 2030 સુધીમાં 10 બિલિયન આઇફોન જેટલો ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ સર્જાશે 2 - image

10 બિલિયન આઇફોન જેટલો કચરો

2023ની સરખામણીમાં 2030 સુધીમાં ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટમાં ઘણો વધારો જોવા મળશે. 2023માં 2.6 કિલોટન કચરો હતો જે 2030 સુધીમાં 0.4 થી 2.5 મિલિયન ટન સુધી પહોંચી શકે છે. AI મોડલ્સ માટે અલગ અલગ પાર્ટ્સની જરૂર પડે છે, જેના કારણે કચરાની ટકાવારી વધી રહી છે. હાર્ડવેરમાં સૌથી વધુ બદલાવ થવાને કારણે જૂના હાર્ડવેર કચરામાં જશે.

ઇલેક્ટ્રોનિક કચરાનો નિકાલ કેવી રીતે લાવશો?

રિસર્ચ કરનારે એક સ્ટ્રેટજી પણ તૈયાર કરી છે. સર્વર્સનું ડાઉનસાઇકલિંગ કરવું એટલે ઓરિજિનલ ગુણવત્તા કરતાં ઓછી ગુણવત્તાની પ્રોડક્ટ બનાવવી. ઉદાહરણ તરીકે, જો કોઈ પ્રોસેસર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે હોય, તો તેની લાઇફ સાયકલ બાદ તેનું રિસાઇકલિંગ કરીને એવું પ્રોસેસર બનાવવું જોઈએ જેનો ઉપયોગ સામાન્ય ડિવાઇઝમાં થઈ શકે.

આ પણ વાંચો: કમર અને ગરદનનો દુખાવો દૂર કરવા પર ઇલોન મસ્કનું ફોકસ, ન્યુરોલિંક બ્રેઇન ઇમ્પ્લાન્ટ્સ રોજિંદા જીવનના દુખાવાને દુર કરશે

રિસાઇકલિંગ અને સોફ્ટવેર અપગ્રેડ્સ

અન્ય પાર્ટ્સનું પણ રિસાઇકલિંગ કરીને તેમનો ફરી ઉપયોગ કરી શકાય. સાથે જ, સોફ્ટવેર એવા બનાવવાં કે જેમાં પ્રોસેસર અને હાર્ડવેરની લાઇફ વધે અને તેમને ઓછી અસર થાય. આટલું કરવાથી ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં 16% થી 86% સુધી ઘટાડો લાવી શકાય છે.


Google NewsGoogle News