સ્કેમર્સનો સમય બગાડવા માટે નવી યુક્તિ: આવી ગઈ AI દાદી
AI Tool To Waste Time Of Scammers: સ્કેમર્સનો ત્રાસ દિવસે-દિવસે વધતો જાય છે, અને હવે તેમને સામે લડવા માટે એક નવી AI ટૂલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ સ્કેમર્સ AIનો ઉપયોગ લોકોને છેતરવા માટે કરે છે, તેમ તેઓને છેતરવા માટે પણ AIનો ઉપયોગ થઈ શકે છે. AI દાદી, જે બ્રિટીશ કંપની O2 દ્વારા વિકસાવવામાં આવી છે, હવે સ્કેમર્સનો સમય બગાડવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
શું છે AI દાદી?
AI દાદી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ છે, જે દાદીનો દેખાવ કરીને સ્કેમર્સ સાથે ઉંમરલાયક વ્યક્તિની જેમ વાત કરે છે. સ્કેમર્સ મોટા ભાગે વયસ્ક વ્યક્તિઓને ટાર્ગેટ કરે છે, તેથી AI દાદીનો ઉપયોગ ખાસ કરીને આ હેતુ માટે કરવામાં આવ્યો છે. AI દાદી સ્કેમર્સ સાથે વાતચીત કરીને તેમનો સમય અને સ્રોતો બગાડશે, જેથી રિયલ વ્યક્તિઓને છેતરપિંડીથી બચાવી શકાય. આ સાથે જ AI દાદી તેમને આપેલા ડેટાને જો આવશ્યક હોય તો જાહેર પણ કરી શકશે.
સ્કેમર્સના સમયનો બગાડ
સ્કેમર્સ માટે સમય ખૂબ જ મહત્વનો છે. તેઓ કેટલા ઝડપથી લોકોને છેતરીને આગામી ટાર્ગેટને પસંદ કરે છે તે મહત્વનું છે. AI દાદી, જેનું નામ ડેઇઝી રાખવામાં આવ્યું છે, ખાસ કરીને આ હેતુ માટે તૈયાર કરવામાં આવી છે. ડેઇઝી સ્કેમર્સને વાતમાં ફસાવી રાખશે જેથી તેમનો સમય બગડે અને તેઓ ઓછા લોકોને ટાર્ગેટ કરી શકે. AI દાદી રિયલ-ટાઇમમાં ફોન ઉઠાવશે અને વયસ્ક વ્યક્તિ હોવાનો દેખાવ કરીને સ્કેમર્સ સાથે વાત કરશે. આ સાથે જ સ્કેમર્સ વિશે મળેલી માહિતીને સંકલિત કરીને સરકારી વિભાગને પાઠવવામાં આવશે.
વીડિયો દ્વારા જાહેર
O2 કંપનીએ AI દાદીનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં દાદી કહે છે કે "સ્કેમર્સ મારી સાથે વ્યસ્ત હશે ત્યારે તેઓ તમને છેતરી શકશે નહીં. આથી તેમની સાથે સામનો કરીએ. મારી પાસે અઢળક સમય છે."
મહત્ત્વના ડેટાની રક્ષા
વીડિયોમાં સ્કેમર્સ સાથેની વાતચીત પણ દર્શાવવામાં આવી છે, જેમાં AI દાદી બેન્ક ખાતા નંબર અને ક્રેડિટ કાર્ડ નંબર જેવી માહિતી આપી નથી. દાદી તેની હોબી, પરિવાર અને બિલાડી વિશે વાત કરીને સ્કેમર્સને વ્યસ્ત રાખે છે.
કેવી રીતે કામ કરે છે?
O2 કંપનીએ AI દાદી માટે એક ખાસ નંબર જાહેર કર્યો છે, જે સ્કેમર્સના લિસ્ટમાં દાખલ કરવામાં આવશે. આ માટે એક ટીમ સતત નજર રાખશે. એડવાન્સ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ વાતચીતને ટેક્સ્ટ ફોર્મેટમાં રૂપાંતરિત કરીને મશીન સમજે છે અને લાર્જ લેન્ગવેજ મોડલ દ્વારા તેની જવાબ આપવાની પ્રક્રિયા કરવામાં આવે છે. આ ખૂબ જ ઝડપથી થાય છે જેથી સ્કેમર્સને ભાન પણ ન રહે.