એઆઈ ચેટિંગથી આપણી બુદ્ધિ બુઠ્ઠી થઈ રહી છે !
- yuykR [uxçkkuxLke WÄkh çkwrØ Ãkh Mkkð rLk¼oh ÚkE sðk fhíkkt, ‘ykÃkýe RLxur÷sLMk (yuykR)’ Ãkh VkufMk fhðk suðwt Au
ધીમે ધીમે આપણા જીવનમાં એઆઇનો ઉપયોગ ગાઢ રીતે વણાવા લાગ્યો છે. થોડા સમય
પહેલાં આપણા મનમાં કંઈ પણ સવાલ આવે ત્યારે આપણે તેનો જવાબ મેળવવા માટે ગૂગલ તરફ
વળતા હતા. પરંતુ તેમાં સર્ચ કર્યા પછી જુદા જુદા વેબપેજમાં આપણા સવાલનો ચોક્કસ
જવાબ શોધવા જવું પડે છે. જ્યારે ચેટજીપીટી જેવા એઆઇ ચેટબોટ સીધેસીધા જવાબ આપે છે.
આ કારણે ઘણા નિષ્ણાતોને આપણી માનસિક ક્ષમતા પર સીધી અસર થવાની સંભાવના દેખાઈ રહી છે. આ દિશામાં શરૂ થયેલાં સંશોધનો પણ
એવાં જ તારણો બતાવે છે!
ઘણા બધા લોકોને હવે મનમાં જે કોઈ સવાલ ઉઠે તેનો જવાબ મેળવવા માટે ચેટજીપીટી
જેવા ચેટબોટનો સહારો લેવાની આદત પડવા લાગી છે. આપણે કોઈ પણ પ્રકારનું કામ કરતા હોઇ, લગભગ દરેક કામાં આપણે જુદી જુદી રીતે વિચારીને કામ કરવાનું હોય છે. જેમ કે
લેખકે લેખ લખતી વખતે વિષયના જુદાં જુદાં પાસાં વિચારવાં-સમજવાં પડે અને પછી તે કઈ
રીતે લખવામાં આવે તો વાચકને સૌથી સારી રીતે સમજાય તે વિચારવું પડે.
બીજાં ઉદાહરણો લઇએ તો આપણો બાયોડેટા તૈયાર કરવાહોય, સ્કૂલ-કોલેજનું એસાઇન્મેન્ટ લખવાનું હોય,
કંપનીનો કોઈ રિપોર્ટ
તૈયાર કરવાનો હોય, કોઈ બાબતનો રિવ્યૂ કરવા માટે
સવાલો નક્કી કરવા હોય કે કોઈ કંપનીની સર્વિસ વિશે આપણે રિવ્યૂ આપવાનો હોય, સોશિયલ મીડિયા પર આપણા વિચારો રજૂ કરવા હોય
એવાં બધાં કામકાજ માટે હવે લોકો જાતે મગજને તસ્દી આપવાને બદલે ચેટબોટને પૂછી
લે છે. આવા જવાબો પર આપણે વિચાર કરીએ, તેમાં જરૂરી ફેરફાર કરીએ તો
હજી વાંધો નહીં, પણ મોટા ભાગના લોકો તેમને જે
જવાબો મળે તે સીધા કોપી-પેસ્ટ કરે છે! આ આદત લાંબા ગાળે આપણે માટે જોખમી બની શકે
છે - આ ફક્ત શક્યતા નથી, અભ્યાસનાં તારણો એવું કહે છે.
એઆઇ ટેકનોલોજીમાં આગળ રહેવા માટે મનતોડ પ્રયાસો કરી રહેલી માઇક્રોસોફ્ટ કંપનીએ હમણાં ક્રિટિકલ થિંકિંગ પર જનરેટિવ
એઆઇની કેવી અસર થાય છે તે વિશે એક અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં નોલેજ વર્કર્સ એટલે
કે જેમના કામમાં વિચારવાની આવડત વધુ મહત્ત્વની છે એવા લોકો પર ફોકસ કરાયું. આ
અભ્યાસનાં તારણો બતાવે છે કે જાતે વિચારવાને બદલે એઆઇ પાસેથી જવાબો મેળવી લેવાની
આદત માણસની વિચારશક્તિ પર ચોક્કસપણે અવળી અસર કરી રહી છે.
આ અભ્યાસનાં તારણો કહે છે કે જો નોલેજ વર્કર તેના ટાસ્ક માટે પોતાનું મગજ કામે
લગાડીને કામ કરે તો સૌથી પહેલાં તો તેણે ટાસ્કને સંબંધિત વિવિધ માહિતી એકઠી કરવી
પડે. જો તે એઆઇનો ઉપયોગ કરે તો આવી કોઈ જરૂર રહેતી નથી. ઇન્ફ્રર્મેશન ગેધરિંગને
બદલે તેનું ફોકસ બદલાઈને ઇન્ફર્મેશન વેરિફિકેશન પર રહે છે (એ પણ, જો તે વ્યક્તિ એઆઇ તરફથી મળતા જવાબો સાચા હોવાની ખાતરી નથી એવું બરાબર સમજે
તો).
બીજી અસર મળેલી માહિતીનો ઉપયોગ કરવાને સંબંધિત છે. માણસ જાતે વિચાર કરતો હોય
તો તેણે પ્રોબ્લેમ સોલ્વિંગ માટે વિવિધ પાસાં પર ધ્યાન આપવું પડે. જ્યારે એઆઇ મદદે
હોય તો બધું ફોકસ માત્ર મળેલી ઇન્ફર્મેશનને ક્યાં કેવી રીતે ફિટ કરવી તેના પર રહે.
એવી જ રીતે જાતે મગજ કસવાનું હોય તો જુદી જુદી વાતનું વિશ્લેષણ કરવાનું હોય, તાળા મેળવવાના હોય અને વાતને કેમ આગળ ધપાવવી તે વિચારવાનું હોય પરંતુ એઆઇ
હાથવગી હોય તો બધું ફોકસ ફક્ત વાતને ઝડપથી આટોપી લેવા પર હોય.
એટલે જ જો તમને બધી વાતમાં પોતાનું મગજ દોડાવવાને બદલે એઆઇ પાસેથી કામ કઢાવી
લેવાની આદત પડવા લાગી હોય તો એટલું યાદ રાખજો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો
ફક્ત એક સાધન કે જોડીદાર તરીકે ઉપયોગ કરવામાં સાર છે.
આપણું બધું ફોકસ ખરેખર બીજા પ્રકારની એઆઇ - આપણી ઇન્ટેલિજન્સ પર રહેવું જોઇએ!