AIના કારણે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી પર મોટો ફટકો, 20 ટકા જોબ ઘટી
AI Affecting Job: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખૂબ જ જોરશોરમાં થઈ રહ્યો છે. જો કે, જેટલા ફાયદા છે, તેટલાં જ ગેરફાયદા પણ છે. AIના કારણે ઘણાં લોકોની નોકરી જતી રહી છે. ઘણી કંપનીઓ કર્મચારીઓને છૂટા કરી રહી છે, તો કેટલીક કંપનીઓમાં હવે નોકરીની વેકેન્સી જ નથી આવતી. ChatGPT અને DALL-E 2ના કારણે હવે આ માનવીની જગ્યા લઈ લીધી છે.
ટેક્નિકલ ક્ષેત્રમાં મશીનોનો ઉછાળો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે માનવી દ્વારા કરવામાં આવતા કામની જગ્યા લઈ રહ્યું છે. લોકો માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવીની ક્રિએટિવિટીની જગ્યા નહીં લઈ શકે, પરંતુ હવે આ માન્યતા ખોટી સાબિત થઈ રહી છે. ChatGPTને કારણે હવે રાઇટિંગની જોબ બહુ ઓછી થઈ રહી છે. લખવાની જરૂરિયાત તો છે, પરંતુ કંપનીઓ હવે ડ્રાફ્ટ લખવા અને સમરાઇઝ કરવા માટે AIનો ઉપયોગ કરી રહી છે. આ સોફ્ટવેર માનવીને કામમાં મદદ રૂપ બને તે માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે મદદ કરનાર જ સીધો સ્પર્ધક બની ગયો છે.
સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી પર વધુ અસર
સૌથી વધુ અસર કોડિંગ ઇન્ડસ્ટ્રી, એટલે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ પર પડી છે. હાવર્ડના રિસર્ચ અનુસાર, 20 ટકા ડેવલપર્સની ડીમાન્ડ ઓછી થઈ ગઈ છે. પહેલાં સોફ્ટવેર બનાવવા માટે ડેવલપરની જરૂર પડતી હતી, જે કોડ લખતો હતો. હવે એ જગ્યા ChatGPTએ લઈ લીધી છે. AI હવે કોડ લખવાનો ઉપરાંત સોફ્ટવેરની સમસ્યાઓ ઉકેલે છે અને આખા-આખા એપ્લિકેશન પણ બનાવી શકે છે. ગ્રાફિક્સ ડિઝાઇનની ઇન્ડસ્ટ્રી પર પણ અસર પડી છે. DALL-E 2 અને મિડજર્ની જેવા AI ટૂલ્સ હવે ગ્રાફિક્સ જનરેટ કરી શકે છે. સિમ્પલ કમાન્ડ આપવાથી ઇમેજ જનરેટ થઈ જાય છે.
આ પણ વાંચો: બોલો હવે જીસસ પણ આવ્યા AI અવતારમાં: આ દેશના ચર્ચમાં સાંભળશે લોકોનું કન્ફેશન
અન્ય ઇન્ડસ્ટ્રી પર પણ ખતરો
આટલી ઇન્ડસ્ટ્રીઝ પર અસર પડી છે અને તે અહીં પૂરતી નથી. ધીમે-ધીમે, ઘણી ઇન્ડસ્ટ્રીઝ પર તેની અસર જોવા મળશે. જ્યાં-જ્યાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, ત્યાં નોકરીના જોખમ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ જલદી ઇન્ડસ્ટ્રીઝમાં બદલાવ લાવી રહ્યું છે. હવે આ મદદ માટેનું સાધન નહીં, પરંતુ માનવી માટે સીધું સ્પર્ધક બની ગયું છે.