Get The App

યૂકે સરકાર સાથે સિક્યોરિટીને લઈને વિવાદ,એપલે ડેટા પ્રોટેક્શન ટૂલ જ બંધ કરી દીધુ...

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
યૂકે સરકાર સાથે સિક્યોરિટીને લઈને વિવાદ,એપલે ડેટા પ્રોટેક્શન ટૂલ જ બંધ કરી દીધુ... 1 - image


Apple Stop Service in UK: યૂકેની સરકારે એપલ પાસે યૂઝર્સના ડેટાનું એક્સેસ માગ્યું હતું. જોકે, એપલ દ્વારા યૂકેમાંથી તેમની હાઇએસ્ટ લેવલ ડેટા સિક્યોરિટી ટૂલ જ બંધ કરી દેવામાં આવ્યું છે. એપલના એડ્વાન્સ ડેટા પ્રોટેક્શન ટૂલ દ્વારા સ્ટોર કરવામાં આવેલા ડેટાને ફક્ત યૂઝર જ જોઈ શકે છે. એ ડેટા એન્ડ-ટૂ-એન્ડ પ્રોટેક્શન હેઠળ સુરક્ષિત હોય છે. જોકે, આ ડેટાને પ્રોટેક્ટ કરવાનું ટૂલ જ એપલ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.

યૂકે સરકારની ડિમાન્ડ

યૂકેની સરકાર દ્વારા આ મહિનામાં એપલ પાસે યૂઝરના ડેટાને જોવાનો રાઈટ્સ માંગવામાં આવ્યો હતો. આ ડેટા એપલ પોતે પણ એક્સેસ નથી કરી શકતી. એપલ દ્વારા એ વિશે કોઈ કમેન્ટ કરવામાં નહોતી આવી, પરંતુ તેમણે આ ઇન્ક્રિપ્ટેડ સર્વિસનું એક્સેસ આપવા માટે ના પાડી હતી. એપલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો એમાં બેકએન્ટ્રી એક્સેસ આપવામાં આવે તો હેકર્સ પણ એ દ્વારા ડેટાને એક્સેસ કરી શકશે. જોકે, હવે એપલ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે કે તેઓ યૂકેમાં એડ્વાન્સ ડેટા પ્રોટેક્શન ટૂલની સર્વિસ બંધ કરી રહ્યું છે. આ સર્વિસ બંધ થયા બાદ એપલની ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ આઇક્લાઉડ પર સ્ટોર કરવામાં આવેલા ડેટા સંપૂર્ણ પણે કોઈ જોઈ શકે એવું નથી. જો સરકાર વોરન્ટ લઈને આવે તો હવે કંપનીએ તેમને આ ડેટા આપવા પડશે.

એપલનું સ્ટેટમેન્ટ

એપલ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે કે ‘અમને એ જણાવીને ખૂબ જ દુખ થઈ રહ્યું છે કે અમારા બ્રિટીશ કસ્ટમર્સ માટે હવે સિક્યોરિટી ફીચર્સ નથી રહ્યું. અમે અગાઉ પણ ઘણી વાર કહી ચૂક્યા છે કે અમે અમારી કોઈ પણ પ્રોડક્ટ માટે બેકડોર અથવા તો માસ્ટર કી નથી બનાવી કે જેના વડે પ્રોડક્ટ અથવા તો સર્વિસને એક્સેસ કરી શકાય. તેમ જ અમે ભવિષ્યમાં પણ એ નહીં બનાવીએ.’

આ વિશે યૂકેની હોમ ઓફિસ દ્વારા એ વિશે કોઈ પણ કમેન્ટ કરવાનું ટાળવામાં આવ્યું છે. તેમણે એવું કહ્યું હતું કે ઓપરેશનલ મેટર્સ પર તેઓ કોઈ પણ પ્રકારની કમેન્ટ નથી કરતાં.

યૂકે સરકાર સાથે સિક્યોરિટીને લઈને વિવાદ,એપલે ડેટા પ્રોટેક્શન ટૂલ જ બંધ કરી દીધુ... 2 - image

ઇન્ક્રિપ્સન કેવી રીતે કામ કરે છે?

એપલના એડ્વાન્સ ડેટા પ્રોટેક્શન સર્વિસ માટે યૂઝર દ્વારા પોતાની સહમતી આપવી પડે છે. જોકે, હવે યૂકેના જે પણ યૂઝર આ માટે પોતાની સહમતી આપવા જાય છે, તેમને એરર મેસેજ આવે છે. આ સાથે જ એપલના જે પણ યૂઝરે આ સર્વિસ પહેલેથી પસંદ કરી હશે, તેમની સર્વિસ પણ ધીમે-ધીમે દૂર કરવામાં આવશે. ડિસેમ્બર 2022થી આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધી કેટલા બ્રિટીશ યૂઝર દ્વારા એ સર્વિસને પસંદ કરવામાં આવી હતી, એ વિશે એપલ દ્વારા કોઈ આંકડો જાહેર કરવામાં નથી આવ્યો. સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ પ્રોફેસર એલન વૂડવર્ડ દ્વારા એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું છે કે ‘સરકાર દ્વારા ખૂબ જ નિરાશાજનક કામ કરવામાં આવ્યું છે. પોતાની જાતને નુક્સાન કરવા માટેનું આ કામ છે. સરકારે જે કર્યું છે એના દ્વારા યૂકેના યૂઝર્સની ઓનલાઇન પ્રાઇવસી અને સિક્યોરિટી ખૂબ જ કમજોર થઈ ગઈ છે.’

ઓનલાઇન પ્રાઇવસી એક્સપર્ટ કેરો રોબસોને એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘કંપની દ્વારા આ ખૂબ જ ખરાબ પગલું ભરવામાં આવ્યું છે. સરકાર સાથે મળીને કામ કરવાની જગ્યાએ, તેમણે સર્વિસ જ બંધ કરી દીધી. દરેક કંપની જો એવું વિચારશે કે તેઓ સરકાર સાથે મળીને કામ કરવા કરતાં તેમની સર્વિસ બંધ કરી દેશે તો ખૂબ જ ચિંતાનો વિષય છે.’

કયા કાયદા હેઠળ યૂકેએ કરી ડિમાન્ડ?

યૂકેની હોમ ઓફિસ દ્વારા એપલ પાસે ઇન્વેસ્ટીગેટરી પાવર્સ એક્ટ હેઠળ તેમની સરકારી એજન્સીઓને માહિતી પૂરી પાડવા માટેની ડિમાન્ડ કરવામાં આવી હતી. એપલ દ્વારા આ વિશે કોઈ કમેન્ટ કરવામાં નથી આવી અને હોમ ઓફિસ દ્વારા પણ આ ડિમાન્ડ વિશે કોઈ કમેન્ટ કરવાની ના પાડી દેવામાં આવી છે. પ્રાઇવસીને લઈને હંમેશાં ચિંતાવાળી વ્યક્તિઓ દ્વારા યૂકેની સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે યૂઝરના પ્રાઇવેટ ડેટાને જોવાનો કોઈનો હક નથી. આ વિશે વોટ્સએપના હેડ વિલ કેથકાર્ટ દ્વારા સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરવામાં આવી હતી કે ‘યૂકેની સરકાર એપલની સિક્યોરિટીમાં બેકડોર માટે જબરદસ્તી કરશે તો એનાથી દરેક દેશ સુરક્ષિત નહીં રહે. કોઈ પણ દેશનો સિક્રેટ ઓર્ડર અન્ય કંપનીઓને પણ રિસ્કમાં મૂકે છે અને એને અટકાવવો જરૂરી છે.’

અમેરિકાની સિક્યોરિટીને લઈને સવાલ

યૂકેની આ ડિમાન્ડને લઈને અમેરિકાના રાજકારણીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. બે સિનિયર રાજકારણીઓએ કહ્યું છે કે આ ડિમાન્ડ અમેરિકા માટે ચિંતાનો વિષય છે. આથી, જ્યાં સુધી યૂકે દ્વારા આ ડિમાન્ડ પાછી ખેંચવામાં ન આવે, ત્યાં સુધી અમેરિકાએ યૂકે સાથેની ઇન્ટેલિજન્સ શેર કરવાના એગ્રીમેન્ટ વિશે ફરી વિચાર કરવો જોઈએ. એપલની એડ્વાન્સ ડેટા પ્રોટેક્શન સર્વિસ યૂકે સિવાય અન્ય દેશમાં હજી પણ કાર્યરત છે. ફક્ત યૂકેમાં એને બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો: વોટ્સએપે એક મહિનામાં બેન કર્યા 84.5 લાખ ભારતીય એકાઉન્ટ્સ, જાણો કેમ...

બાળોકની સેફ્ટીને લઈને ચિંતા

એપલની એડ્વાન્સ ડેટા પ્રોટેક્શન સર્વિસ દુનિયાભરના બાળકોના ડેટાને સુરક્ષિત રાખતી હતી. જોકે, હવે આ સર્વિસ બંધ થઈ ગઈ હોવાથી યૂકેના બાળકોના ડેટાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા ટીનેજર તેમના પાર્ટનર સાથે પર્સનલ ફોટો અને વીડિયોની આપલે કરતાં હોય છે. તેમ જ તેઓ ઘણા ફોટો અને વીડિયોને પણ સ્ટોર કરીને રાખે છે. આથી, આ તમામ ડેટાના પ્રોટેક્શનને લઈને હવે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News