UPI ન ચાલતાં લોકો મુશ્કેલીમાં મુકાયા, વોલેટ સાથે નહીં રાખવું ભારે પડ્યું
UPI Payment Error: જિયોનું નેટવર્ક ડાઉન થયા બાદ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)માં ખૂબ જ પ્રોબ્લેમ જોવા મળ્યો હતો. ઘણાં ટ્રાન્ઝેક્શનમાં એરર આવી રહી હતી તો ઘણાં યુઝર્સની એપ્લિકેશન પણ નહોતી ચાલી રહી. એવું નહોતું કે ચોક્કસ કંપની અથવા તો બેન્કનું સર્વસ ડાઉન હતું, પરંતુ UPI જ બંધ હતું. જિયોના નેટવર્કની સાથે જિયો ટીવી પણ કામ કરતાં બંધ થઈ ગયા હતા.
ઓનલાઇન પેમેન્ટમાં ધાંધીયા
સવારથી કનેક્ટિવિટીને લઈને ઘણાં પ્રોબ્લેમ થઈ રહ્યાં છે. એક તરફ જિયોના નેટવર્ક કામ નહોતા કરી રહ્યાં ત્યારે તેમની મુસીબતમાં વધારો કરવા UPIની સર્વિસ પણ બંધ થઈ હતી. યુઝર જ્યારે પણ પેમેન્ટ કરે ત્યારે એ પ્રોસેસિંગ અથવા તો પેમેન્ટ પેન્ડિંગ દેખાડી રહ્યું હતું. એક તરફ પૈસા કપાઈ જતાં હતાં તો બીજી તરફ પૈસા મળી નહોતા રહ્યાં. UPI જ્યારથી આવ્યું ત્યારથી લોકોએ ખિસ્સામાં પાકિટ રાખવાનું બંધ કરી દીધુ હતુ. આથી અચાનક UPI બંધ થતાં વસ્તુ તો ખરીદી લીધી, પરંતુ પેમેન્ટ કરવામાં તકલીફ પડી રહી હતી. યુઝર એક નહીં બે વાર પેમેન્ટ કરી રહ્યો હતો અને બન્નેવાર પૈસા કપાઈ રહ્યા હતા, પરંતુ વેપારીને એ મલી નહોતા રહ્યાં. આ માટે સોશિયલ મીડિયા પર UPIના એકાઉન્ટ અને ફોનપે તેમ જ પેટીએમ પર પણ ફરીયાદો કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જિયો ડાઉન થતાં હજારો યુઝર્સ પરેશાન, સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ફરિયાદોનું ઘોડાપૂર
ક્યાં ક્યાં થઈ રહી છે તકલીફ?
UPIની સમસ્યા ખાસ કરીને દિલ્હી, જયપુર, અમદાવાદ, ઇન્દોર, મુંબઈ, નાગપુર, કલકત્તા, ગુવાહાટી, હૈદરાબાદ, બેન્ગલોર અને ચેન્નાઈમાં વધુ જોવા મળી છે. ડાઉનડિટેક્ટર વેબસાઇટ પર છ વાગ્યા બાદ આ સમસ્યા શરૂ થઈ હતી. 78 ટકા લોકોને પેમેન્ટ કરવામા એટલે કે દુકાનમાંથી ખરીદી કરી હોય એ પેમેન્ટ કરવામાં તકલીફ પડી હતી. 19 ટકા લોકોને એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં તકલીફ પડી હતી. તો ત્રણ ટકા યુઝર્સને એપ્લિકેશનમાં સમસ્યા આવી રહી હતી.