આઇપેડ એર બાદ મેકબૂક એર લોન્ચ કર્યું એપલે: ₹99,900થી શરૂ થાય છે કિંમત
New Macbook Air: એપલ દ્વારા આઇપેડ એર બાદ મેકબૂક એર લોન્ચ કરવામાં આવ્યું છે. મેકબૂક સીરિઝમાં એર વર્ઝન ખૂબ જ પોપ્યુલર છે. દુનિયાભરમાં એપલ મેકબૂક એરના ખૂબ જ વધુ યૂઝર્સ છે. આ મેકબૂકમાં M4 ચીપ અને એપલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવું મેકબૂક એર, નવો કલર
નવા મેકબૂક એરને નવા કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. મિડનાઇટ, સ્ટારલાઇટ અને સિલ્વરની સાથે હવે યૂઝર્સ સ્કાઇ બ્લૂ મેકબૂક પણ ખરીદી શકશે. મેટાલિક લાઇટ બ્લુ પર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે એક નવો જ કલર જોવા મળે છે.
શું છે નવું M4 ચીપમાં?
મેકબૂક એરમાં M4 ચીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચીપની મદદથી યૂઝર્સ દરેક ટાસ્કને ખૂબ જ સારી રીતે પૂરા કરી શકે છે. ગ્રાફિક્સનું વધુ ડિમાન્ડ કરતાં ફોટો અને વીડિયો એડિટીંગ ટાસ્ક પણ ખૂબ જ ફાસ્ટ અને સરળતાથી આ મેકબૂક એરમાં કરી શકાશે. નવી M4 ચીપમાં 10-core CPU અને 10-core GPUનો સમાવેશ થાય છે. આ મેકબૂક એર 32 GB રેમ સપોર્ટ કરે છે. M1 મોડલ કરતાં આ મેકબૂક એર બમણું ફાસ્ટ પર્ફોર્મન્સ આપે છે. ઇન્ટેલ ચીપ આધારિત લેટેસ્ટ મેકબૂક એરની સામે M4 મેકબૂક એર 2.3 ઘણું ફાસ્ટમાં પર્ફોર્મન્સ આપે છે. મેકબૂક એર 18 કલાકનું બેટરી બેકઅપ આપે છે અને ઇન્ટેલ ચીપનો ઉપયોગ કરવામાં આવે તો એ મેકબૂક એનાથી પણ વધુ બેટરી બેકઅપ આપે છે. M1 આધારિત મેકબૂક એરની સરખામણીમાં M4 ત્રણ ઘણાં ફાસ્ટમાં AI આધારિત ટાસ્ક કરે છે.
M4 ચીપનું પર્ફોર્મન્સ લેવલ
નવા મેકબૂક એરમાં એપલ દ્વારા વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ પર્ફોર્મન્સ ચેક કરવામાં આવ્યું છે.
- માઇક્રોસોફ્ટ એક્સેલની સ્પ્રેડશીટ કેલક્યુલેશનનું પર્ફોર્મન્સ ઇન્ટેલ આધારિત મેકબૂક એર કરતાં 4.7 ઘણું વધુ ફાસ્ટ અને 13 ઇંચ M1 મેકબૂક એર કરતાં 1.6 ઘણું વધુ ફાસ્ટ છે.
- આઈમૂવીમાં એડિટીંગ ઇન્ટેલ આધારિત મેકબૂક એર કરતાં આઠ ઘણું ફાસ્ટ અને 13 ઇંચ M1 મેકબૂક એર કરતાં બમણું ફાસ્ટમાં કરી શકાય છે.
- એડોબ ફોટોશોપમાં એડિટીંગ ઇન્ટેલ આધારિત મેકબૂક એર કરતાં 3.6 ઘણું ફાસ્ટ અને 13 ઇંચ M1 મેકબૂક એર કરતાં બમણું ફાસ્ટમાં કરી શકે છે.
- ઇન્ટેલ કોર અલ્ટ્રા 7 પ્રોસેસર ધરાવતાં પીસી લેપટોપ કરતાં 60 ટકા વધુ ફાસ્ટ વેબ બ્રાઉસિંગ આ મેકબૂક એરમાં થાય છે અને ડિમાન્ડીંગ ટાસ્ક બમણી સ્પીડમાં થાય છે.
એપલ ઇન્ટેલિજન્સ અને પ્રાઇવસી
એપલ મેકબૂક એરને વધુ પાવરફુલ અને મદદરૂપ બનાવવા માટે એમાં એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇમેજ પ્લેગ્રાઉન્ડથી લઈને ગેજમોજી અને રાઇટિંગ માટેના ફીચર્સ દરેકનો સમાવેશ એપલ ઇન્ટેલિજન્સમાં કરવામાં આવ્યો છે. સીરીમાં પણ ઘણાં સમાવેશ કરવામાં આવ્યા છે. મેકબૂકમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ ફીચર શોધવું હોય તો એ સીરીને પૂછી શકાય છે અને એ મેકબૂક વિશેની તમામ માહિતી સ્ટેપ-બાઈ-સ્ટેપ યૂઝર્સને આપશે. રાઇટિંગ ટૂલ અને સીરી માટે યૂઝર્સ ચેટજીપીટીનો પણ ઉપયોગ કરી શકે છે. એનાથી યૂઝર્સને વધુ સ્પીડમાં જવાબ મળી શકે છે. ચેટજીપીટીનો ઉપયોગ કરવો કે નહીં અને કરે ત્યારે ચેટજીપીટી કેટલી માહિતી કલેક્ટ કરી શકે એ તમામ કન્ટ્રોલ યૂઝર્સના હાથમાં છે.
નવા મેકબૂક એરને યૂઝર્સની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આથી નાના-નાના ટાસ્ક માટે એપલ ઇન્ટેલિજન્સ ઓન-ડિવાઇઝ પ્રોસેસિંગનો ઉપયોગ કરે છે. એટલે કે દરેક ટાસ્ક મેકબૂક એરમાં જ થશે. જોકે મોટા મોડલનો ઉપયોગ કરવાની જરૂર પડી ત્યારે એપલ પ્રાઇવેટ ક્લાઉડ કોમ્પ્યુટનો ઉપયોગ કરે છે. મેકની પ્રાઇવસી અને સિક્યોરિટીની જવાબદારી ક્લાઉડ સર્વિસને આપે છે અને ત્યાર બાદ વધુ સારી રીતે AIનો ઉપયોગ કરી શકાય છે. પ્રાઇવેટ ક્લાઉડ કમ્પ્યુટનો ઉપયોગ કરતી વખતે એપલ કોઈ ડેટા સ્ટોર નથી કરતું અને એને કોઇ એક્સેસ પણ નથી કરી શકતું.
કેમેરા રેડી મેકબૂક
એપલ દ્વારા તેમના મેકબૂક એરના કેમેરામાં ખૂબ જ સુધારો કરવામાં આવ્યો છે. બાર મેગાપિક્સલ ધરાવતા સેન્ટર સ્ટેજ કેમેરાની ક્વોલિટીમાં ખૂબ જ સુધારો કરવામાં આવ્યો છે. ઘરે હોઉં, સ્કૂલમાં કે પછી ઓફિસમાં કેમ ન હોઉં આ કેમેરા યૂઝર્સને હંમેશાં કેમેરાની ફ્રેમમાં સેન્ટરમાં જ રાખશે. યૂઝર આમ તેમ હલતો હશે તો પણ એ કેન્દ્રમાં જ રહેશે. આ કેમેરા ડેસ્ક વ્યૂ સપોર્ટ પણ આપે છે. એટલે કે યૂઝર જ્યારે ફેમિલી અથવા તો ઓફિસ માટે વીડિયો કોન્ફરન્સ કે વીડિયો કોલ કરી રહ્યો હોય ત્યારે તેના ચહેરાની સાથે તેના ડેસ્ક પર તે શું કામ કરી રહ્યો છે એને પણ દેખાડશે. આ માટે એક અલગથી વિન્ડો ઓપન થશે.
આ પણ વાંચો: એપલે લોન્ચ કર્યું આઇપેડ એર: 64 GB સ્ટોરેજ એરાનો અંત હવે એક પણ ડિવાઇઝ જોવા નહીં મળે
મેકબૂક એરની કિંમત
એપલ દ્વારા મેકબૂક એરને બે વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. 13 ઇંચ M4 મેકબૂક એરની શરૂઆતની કિંમત ₹99,900 છે. એજ્યુકેશન માટે આ મેકબૂક ₹89,900માં મળશે. 15 ઇંચ M4 મેકબૂક એરની કિંમત ₹1,24,900થી શરૂ થાય છે. એજ્યુકેશન માટે આ મેકબૂક ₹1,14,900માં મળશે. રેમ અને સ્ટોરેજ અપગ્રેડ કરાવતાં એની કિંમતમાં પણ વધારો થશે. આ શરૂઆતની કિંમત છે.