ઇન્સ્ટા પછી હવે ફેસબુક અને મેસેન્જરમાં પણ ટીન્સ એકાઉન્ટ
- MkkurþÞ÷ MkkRxTMkLkku WÃkÞkuøk xeLkusMko {kxu Mk÷k{ík çkLkkððkLke Ãknu÷ nðu {uxkyu rðMíkkhe
થોડા સમય પહેલાં મેટા કંપનીએ ઇન્સ્ટાગ્રામનો ટીનેજર્સનો ઉપયોગ વધુ સલામત
બનાવવા માટે તેમાં ટીન્સ એકાઉન્ટ નામે એક નવી વ્યવસ્થા લાગુ કરી હતી. આ વ્યવસ્થા ભારતમાં પણ અલમાં મૂકાઈ ગઈ છે.
હવે સમાચાર છે કે ગયા અઠવાડિયે મેટા કંપનીએ આ જ વ્યવસ્થા તેનાં અન્ય બે પ્લેટફોર્મ
ફેસબુક અને મેસેન્જરમાં પણ લાગુ કરી દીધી છે. અલબત્ત, શરૂઆતમાં તે માત્ર યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં લાગુ થશે.
ઇન્સ્ટાગ્રામની જેમ જ, આ બંને પ્લેટફોર્મ્સ પર પણ
કોઈ ટીનેજર પોતાની સાચી ઉંમરને બદલે ખોટી ઉંમર બતાવીને એકાઉન્ટ ઓપન કરી લેશે (કે
અગાઉ કર્યું હશે) તો પણ તે સિસ્ટમની નજરમાં આવી જશે. આ વ્યવસ્થા અનુસાર મેટાની
સિસ્ટમ તેમાં એકાઉન્ટ ઓપન કરીને જે તે સર્વિસનો ઉપયોગ કરનાર વ્યક્તિ ૧૬ વર્ષથી
નાની છે કે કેમ તે આપોઆપ જાણી લે છે. એકાઉન્ટમાં થતી વિવિધ એક્ટિવિટીના આધારે એ
એકાઉન્ટનો ઉપયોગ કરનાર વ્યક્તિની ઉંમરનો સાચો સચોટ અંદાજ મેળવી શકાય છે. એ પછી એ
એકાઉન્ટને ટીન્સ એકાઉન્ટના નિયંત્રણો લાગુ થશે.
આ પ્લેટફોર્મ્સ પર નવું એકાઉન્ટ ખોલાવનાર વ્યક્તિની ઉંમર તે પોતે સોળ વર્ષથી
ઓછી હોવાનું ગણાવે તો તેને ટીન્સ એકાઉન્ટ ગણવામાં આવશે અને એકાઉન્ટ ઓપન કરવા માટે પેરેન્ટ્સની મંજૂરી અનિવાર્ય બનશે.
આ પ્લેટફોર્મમાં જે એકાઉન્ટ ટીન્સ એકાઉન્ટ ગણાશે, તેના ટીનેજર્સના ઉપયોગને વધુ સલામત બનાવવા માટે સંખ્યાબંધ નિયંત્રણો રહે છે.
જેનો મુખ્ય હેતુ ટીનેજર્સ અજાણ્યા લોકોના ઓછામાં ઓછા સંપર્કમાં આવે એ સુનિશ્ચિત
કરવાનું છે. ટીનેજર્સ તેમના પેરેન્ટ્સની સંમતિ પછી આ નિયંત્રણો હળવાં કરી શકે છે.
એ ઉપરાંત, હજી ગયા અઠવાડિયે જ ભારતમાં
ઇન્સ્ટાગ્રામમાં ટીનેજર્સના એકાઉન્ટમાં હજી વધુ નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. એ
મુજબ ટીનેજર તેમના પેરેન્ટ કે ગાર્ડિયનની મંજૂરી વિના ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈ
શકશે નહીં. ટીન્સ એકાઉન્ટમાં ડાઇરેક્ટ મેસેજમાં આવતી વાંધાજનક ઇમેજિસ બ્લોક
કરવાનું પણ એક ફીચર છે. ટીનેજર પેરેન્ટ્સની સંમતિ વિના આ ફીચર ડિસેબલ કરી શકશે
નહીં. ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે સમગ્ર વિશ્વના ૧૩ થી ૧૫ વર્ષના ૯૭ ટકા
ટીનેજર્સ આ પ્રોટેક્ટિવ સેટિંગ્સનો લાભ લઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ખાસ કરીને કાચી ઉંમરના બાળકો માટે વધુ ને વધુ
જોખમી બની રહ્યો છે. એ વાતે અત્યારે સમગ્ર વિશ્વમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક તથા યુટ્યૂબ જેવા
પ્લેટફોર્મ સામે અદાલતોમાં હજારો કેસ નોંધાયા છે. આ કારણે પણ આ બધા પ્લેટફોર્મ પર
ટીનેજર્સ માટે તેનો ઉપયોગ સલામત બનાવવાનું દબાણ છે.