Deepfake બાદ હવે રિસર્ચર્સે ClearFake વિશે આપી ચેતવણી, જાણો તેના વિષે
સેલેબ્સના Deepfake વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, આ મામલો ગરમાયો છે
કેન્દ્ર સરકારે કંપનીઓને આ અંગે પગલાં લેવા અને નિયમો બનાવવા કહ્યું
ClearFake: કેન્દ્ર સરકાર દ્વારા લોકોને Deepfake અંગે ચેતવણી આપી છે. AIનો દુરુપયોગ કરીને સોશિયલ મીડિયા પર નકલી વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. જે બાબતે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને કાર્યવાહી કરવા અને કડક કાયદો બનાવવા કહ્યું છે. કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે. દરમિયાન, સંશોધકોએ લોકોને ClearFake અંગે પણ ચેતવણી આપી છે. તો જોઈએ ClearFake શું છે અને તે કેવી રીતે નુકસાન પહોંચાડે છે.
શું ClearFake છે?
ક્લિયરફેક પણ ડીપફેક જેવું જ છે. આમાં AI દ્વારા નકલી વીડિયો, ફોટા, વેબસાઇટ વગેરેનો ઉપયોગ કરીને લોકોને છેતરવામાં આવે છે. તેના દ્વારા લોકોને ખોટી માહિતી, વીડિયો, ફોટો અને માલવેર મોકલવામાં આવે છે. જેમાં ક્લિયરફેક વડે લોકો સિસ્ટમમાં ખોટા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરે છે અને પછી સિસ્ટમમાંથી તેમની અંગત માહિતીની ચોરી કરે છે.
Apple યુઝર્સને કરવામાં આવે છે ટાર્ગેટ
આ વર્ષની શરૂઆતમાં, સંશોધકોએ એક નવો સાયબર ખતરો શોધી કાઢ્યો, એટોમિક મેકઓએસ સ્ટીલર (AMOS), જે એક અત્યાધુનિક માલવેર છે જે મુખ્યત્વે Apple યુઝર્સને ટાર્ગેટ બનાવે છે. એકવાર યુઝર્સની સિસ્ટમ પર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તે iCloud કીચેન પાસવર્ડ્સ, ક્રેડિટ કાર્ડ વિગતો, ક્રિપ્ટો વોલેટ્સ અને અન્ય પ્રકારની ફાઇલો સહિત સંવેદનશીલ માહિતી કાઢવાની ક્ષમતા ધરાવે છે.
નકલી વેબસાઇટ્સ બનાવીને કરવામાં આવે છે છેતરપિંડી
આ માલવેર પહેલાથી જ યુઝર્સ માટે ખતરો હતો, પરંતુ હવે છેતરપિંડી કરનારા આ માલવેરને ClearFake દ્વારા લોકોની સિસ્ટમમાં દાખલ કરે છે. ClearFake નો ઉપયોગ કરીને, છેતરપિંડી કરનારાઓ હવે નકલી વેબસાઇટ્સ બનાવી રહ્યા છે અને વપરાશકર્તાઓને તેમના બ્રાઉઝર્સને અપડેટ કરવાનું કહે છે. આ વેબસાઇટ્સ અને પ્રોમ્પ્ટ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે યુઝર્સને વેબસાઈટ અસલી હોવા પર વિશ્વાસ આવી જાય છે અને તેઓ ખામીયુક્ત JavaScript કોડ ધરાવતું બ્રાઉઝર ઇન્સ્ટોલ કરે છે. સિસ્ટમમાં AMOS ઇન્સ્ટોલ થતાંની સાથે જ તે તમામ પ્રકારની માહિતી એકઠી કરવાનું શરૂ કરી દે છે અને અહીંથી યૂઝર્સની પ્રાઇવસી જતી રહે છે. માહિતી મળ્યા પછી, છેતરપિંડી કરનારાઓ લોકોને અલગ-અલગ રીતે નિશાન બનાવે છે.
કેવી રીતે સુરક્ષિત રહેવું?
- આવા હુમલાઓને ટાળવા માટે, હંમેશા ઓફીશીયલ વેબસાઇટ પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરવું જોઈએ. કોઈપણ થર્ડ પાર્ટી તરફથી કોઈપણ સોફ્ટવેર ક્યારેય ઇન્સ્ટોલ કરવું નહીં.
- તમારા સોફ્ટવેરને અપ ટુ ડેટ રાખો.
- એવા એપ્સથી પણ સાવચેત રહો જે macOS ગેટકીપર પ્રોટેક્શનને બાયપાસ કરવાનું કહે છે અને તેને ઇન્સ્ટોલ કરશો નહીં.