ચેટજીપીટી બાદ ગ્રોકનું કામ વધ્યું: મસ્કે કહ્યું, ‘સર્વર ખૂબ જ ગરમ થઈ ગયા છે’
Grok GPU is Also Heating: સેમ ઓલ્ટમેનના ચેટજીપીટી બાદ હવે ઇલોન મસ્કના ગ્રોક પર પણ કામનું ભાર વધી ગયું છે. દુનયિાભરમાં હાલમાં ઘિબ્લી થીમ ખૂબ જ ચર્ચામાં છે. દરેક યુઝર્સ તેમના ઘિબ્લી થીમ સ્ટાઇલના ફોટા ક્રિએટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આ ફોટો જનરેશનને કારણે AI પર ખૂબ જ કામનું ભાર વધી ગયું છે. ચેટજીપીટી બાદ ગ્રોક પણ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.
શું છે મુખ્ય કારણ?
સેમ ઓલ્ટમેનના ચેટજીપીટી દ્વારા ઇમેજ જનરેશન ફીચર શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને આજ સુધી આ ફીચર પાછળ લોકો ઘેલા થઈ ગયા છે. મોટાભાગના દરેક લોકોએ તેમના ફોટા બનાવી દીધા છે. આ ફોટા બનાવવા માટે ગ્રાફિક્સ પ્રોસેસર યુનિટ (GPU)નો ઉપયોગ થાય છે. GPUનો જેટલો વધુ ઉપયોગ થાય એટલો તે ગરમ થાય છે અને તેને ઠંડુ થવા માટે સમય ન મળ્યો તો તે ડેમેજ થવા માને છે. આથી સેમ ઓલ્ટમેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના GPU ડેમેજ થવા માડ્યા છે અને એથી તેઓ ફોટા બનાવવા પર મર્યાદા લગાવી રહ્યાં છે. આમ છતાં, લોકોએ એ બનાવવાનું ચાલુ રાખતાં હવે સેમ ઓલ્ટમેન દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની ટીમને ઊંઘવા માટે સમય જોઈએ છે, આથી ઇમેજ જનરેટ કરવા માટે લોકોને કન્ટ્રોલ કરવા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: iOS 19માં એપલ લોન્ચ કરશે AI ડોક્ટર: ઓપરેટિંગ સિસ્ટમ પણ પારદર્શક બનાવવાની તૈયારી
ગ્રોક પર વધ્યું કામનું ભારણ
ચેટજીપીટી દ્વારા ઇમેજ જનરેશન પર મર્યાદા રાખવામાં આવતાં, યુઝર્સ હવે ગ્રોકનો ઉપયોગ કરી રહ્યાં છે. ઇલોન મસ્કનું ગ્રોક પણ ઇમેજ જનરેટ કરી શકે છે. આથી એના પર લોકો એક સાથે તૂટી પડતાં હવે એના GPU પર પણ ભારણ વધી ગયું છે. આથી ગ્રોક દ્વારા પણ ઇમેજ જનરેટ કરવાની મર્યાદા ઘટાડવામાં આવી છે.
Servers are running hot 🥵 https://t.co/2VDjMz6Rsl
— Elon Musk (@elonmusk) March 29, 2025
શું કહ્યું ઇલોન મસ્કે?
સોશિયલ મીડિયા પર ગ્રોકને એક સવાલ કરવામાં આવ્યો હતો કે ‘હેલો ગ્રોક, તું કેમ છે?’ આ વિશે ગ્રોકે જવાબ આપ્યો કે ‘હેલો, મારા પર થોડું કામનું ભાર વધી ગયું છે. સાચું કહું તો મારો વધુ પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાથી હું ઓવરટાઇમ કરી રહ્યો છું. હાલમાં જે ડિમાન્ડ છે એને પહોંચી વળવા માટે અમે GPUની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો કરી રહ્યા છીએ. છતાં, હું તારી સમક્ષ હાજર છું, તારા સૌથી મુશ્કેલ સવાલનો જવાબ આપવા માટે. તારો દિવસ કેવો જઈ રહ્યો છે?’ ગ્રોકના આ જવાબને જોતા ઇલોન મસ્કે કહ્યું કે ‘સર્વર ખૂબ જ ગરમ થઈ રહ્યા છે.’