પૃથ્વી અને ચંદ્ર બંને એકસાથે દેખાયા, ISROએ શેર કર્યો આદિત્ય L1નો નવો વીડિયો
આજ રીતે 4 સપ્ટેમ્બરના રોજ ઈસરોના આદિત્ય એલ 1થી પૃથ્વી અને ચંદ્રની બે ખુબસુરત તસ્વીરો લીધી છે
આટલુ જ નહી આદિત્ય એલ 1એ પોતાની એક સેલ્ફી પણ લીધી હતી
Image ISRO Twitter |
તા. 7 સપ્ટેમ્બર 2023, ગુરુવાર
ભારતના પહેલા સુર્ય મિશન આદિત્ય એલ 1 ને સુર્ય નજીક પહોચતાં પહેલા ઈસરોના કેમેરાનો ઉપયોગ શરુ કરી દીધો છે. આજ રીતે 4 સપ્ટેમ્બરના રોજ ઈસરોના આદિત્ય એલ 1થી પૃથ્વી અને ચંદ્રની બે ખુબસુરત તસ્વીરો લીધી છે. ઈસરોએ ગુરુવારે આ તસ્વીરોને જાહેર કરી છે. ઈસરોએ એક્સ પર એક પોસ્ટ કરી આદિત્ય એલ 1ની ઝાંખી કરાવતો માહિતી આપી છે.
પૃથ્વી અને ચંદ્ર બંને એકસાથે દેખાયા
આટલુ જ નહી આદિત્ય એલ 1એ પોતાની એક સેલ્ફી પણ લીધી હતી. વીડિયોમાં ઈસરોએ આ સેલ્ફીને પણ જાહેર કરી હતી, જેમા આદિત્ય એલ 1 ના વેલ્ક અને સુટનો બતાવવામાં આવ્યું છે.
શું છે આ આદિત્ય એલ 1 સૂર્યમિશન
આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે. આદિત્ય-L1 અવકાશયાન સૂર્યના કોરોનાના દૂરના અવલોકનો માટે અને L1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનો વાસ્તવિક અભ્યાસ કરવા માટે બનાવાયો છે. આ સ્થળ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આ મિશનને લેગ્રાંગિયન પોઈન્ટ-1 (L1) સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે. લેગ્રાંગિયન પોઈન્ટ-1 એ એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે.
આદિત્ય L1 મિશનનો મુખ્ય હેતુ
આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે. આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે, જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), આદિત્ય L1 મિશન માટેનું મુખ્ય સાધન, પુણે સ્થિત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
દરરોજ સૂર્યની 1440 ઇમેજીસ મળશે
આદિત્ય એલ1માં લગાવાયેલ વીઇએલસી ઉપકરણ દરરોજ-24 કલાકમાં સૂર્યની 1440 ઇમેજીસ પૃથ્વી પર મોકલશે. દર એક મિનિટે સૂર્યની એક ઈમેજ મળશે. ઇસરોના વિજ્ઞાનીઓ સૂરજની આ તમામ ઇમેજીસનો ગહન અભ્યાસ કરીને સૂર્યમાં થતી અકળ અને ભયાનક ગતિવિધિ વિશે પાયારૂપ જાણકારી મેળવશે.