વિદેશ પ્રવાસ પર જતા પહેલા આ રીતે એક્ટિવ કરો ઇન્ટરનેશનલ UPI, જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
વિદેશ પ્રવાસ પર જતા પહેલા આ રીતે એક્ટિવ કરો ઇન્ટરનેશનલ UPI, જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ 1 - image


Activate UPI payments for international trip:  જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો અને પેમેન્ટને લઈને ચિંતિત છો, તો તેના માટે આજે જાણીશું કે શ્રીલંકા, મોરેશિયસ, ભૂુતાન, ઓમાન, નેપાળ જેવા કેટલાક દેશોમાં યુપીઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

Google Pay કેવી રીતે એક્ટિવ કરવું?

- સૌથી પહેલા ગૂગલ પે એપ ખોલો અને સ્કેન QR કોડ પર ટેપ કરો

- હવે કોઈપણ આંતરરાષ્ટ્રીય વેપારીનો QR કોડ સ્કેન કરો

- ત્યારબાદ જરૂરી યાત મુજબ રકમ દાખલ કરો

- હવે તમે જે બેંક એકાઉન્ટમાં પેમેન્ટ કરવા માંગો છો તેને પસંદ કરો

- ત્યારબાદ 'યુપીઆઈ ઇન્ટરનેશનલ' એક્ટિવેટ કરવા માટે એક સ્ક્રીન દેખાય છે

- અહીં એક્ટિવેટ UPI ઇન્ટરનેશનલ પર ટેપ કરો

PhonePay પર યુપીઆઈ ઇન્ટરનેશનલ કેવી રીતે એક્ટિવ કરવું?

- સૌથી પહેલા યુપીઆઈ એપ ઓપન કરો અને તમારા પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરો

- હવે પેમેન્ટ સેટિંગ્સ વિભાગમાં જાઓ અને યુપીઆઈ ઇન્ટરનેશનલ પસંદ કરો

- તમે ઇન્ટરનેશનલ યુપીઆઈ પેમેન્ટ માટે જે બેંક ખાતાનો ઉપયોગ કરવા માંગો છો તેની બાજુના એક્ટિવ બટન પર ક્લિક કરો

- ત્યારબાદ તમારો યુપીઆઈ પિન દાખલ કરો

આ દેશોમાં સુવિધા ઉપલબ્ધ થશે

શ્રીલંકા, મોરેશિયસ, ભુતાન, ઓમાન, નેપાળ, ફ્રાન્સ અને UAE જેવા દેશોમાં યુપીઆઈનો ઉપયોગ થઇ શકે છે. NPCI ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL), જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા છે, તેણે અન્ય દેશો સાથે કરાર પર હસ્તાક્ષર કરીને દક્ષિણ પૂર્વ એશિયાના 10 દેશોમાં QR-આધારિત યુપીઆઈ પેમેન્ટ શરુ કર્યું છે. જેમાં મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, વિયેતનામ, સિંગાપોર, કંબોડિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઈવાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે. ભારત યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન દેશો અને યુએસમાં UPI સર્વિસ સપોર્ટ લાવવા માટે પણ કામ કરી રહ્યું છે.

આનો અર્થ એ છે કે તમે આમાંથી કોઈપણ દેશમાં ભારતીય રૂપિયાને યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા માટે તમારા ફોનની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તેમજ ઈન્ટરનેશનલ પેમેન્ટ માટે તમે માત્ર એ જ બેંકોનો ઉપયોગ કરી શકો છો જે યુપીઆઈ ઈન્ટરનેશનલને સપોર્ટ કરે છે.

વિદેશ પ્રવાસ પર જતા પહેલા આ રીતે એક્ટિવ કરો ઇન્ટરનેશનલ UPI, જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ 2 - image


Google NewsGoogle News