60 ટકા ભારતીયોને હજી ખબર નથી AI શું છે?: એક રિપોર્ટમાં ગૂગલે ખૂલાસો કર્યો
AI Users in India: ગૂગલ દ્વારા હાલ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 60 ટકા ભારતીયોને AI વિશે જાણ પણ નથી. ગૂગલ દ્વારા આ રિપોર્ટ ભારતમાં કંતારા સાથે મળીને કરવામાં આવેલી સ્ટડીના આધારે બનાવવામાં આવ્યો છે. આ રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે ભારતના 60 ટકા લોકોને AI વિશે કોઈ માહિતી નથી. 31 ટકા લોકો એવા છે, જેમણે કોઈ પણ AI ટૂલનો ઉપયોગ કર્યો હોય. આ યુઝર્સ રોજિંદા કામમાં AIનો ઉપયોગ કરે છે.
કોના પર કરવામાં આવ્યું રિસર્ચ?
ગૂગલ અને કંતારા દ્વારા 8000 લોકો પર આ સ્ટડી કરવામાં આવી છે. ભારતના અલગ-અલગ 18 શહેરના વ્યક્તિઓનો તેમાં સમાવેશ થયો છે. આ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા જવાબોને આધારે ડેટા કલેક્ટ કરવામાં આવ્યો છે. આ ડેટામાં જાણવા મળ્યું છે કે 8000માંથી 75 ટકા યુઝર્સ એનો ઉપયોગ રોજેરોજ કરવા માટે વિચારતા છે. AIના દેશમાં કેટલો ઉપયોગ થાય છે અને એની સાથે કેટલો વિકાસ થશે તેવી સંભાવનાઓ અપાઇ રહી છે.
કેમ ઉપયોગ કરવો છે AIનો?
આ સ્ટડીમાં ભાગ લેનાર 72 ટકા લોકો પ્રોડક્ટિવિટીમાં વધારો કરવા માટે AIનો ઉપયોગ કરવા માંગે છે. AIના ઉપયોગથી પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટીમાં વધારો શક્ય છે, જેથી 77 ટકા લોકો AIનો ઉપયોગ આ માટે કરવા માંગે છે. જેને સારી રીતે વાતચીત કરતાં ન આવે, તેઓ પણ AIનો ઉપયોગ કરી શકે છે, અને 73 ટકા લોકો સારી રીતે વાતચીત માટે એનો ઉપયોગ કરે છે. આ રસ પ્રોફેશનલ કામ કરતા લોકોમાં જ નહીં, પણ સામાન્ય લોકોમાં પણ જોવા મળે છે. ગૂગલ જેમિની ટૂલના ઉપયોગથી એની સકારાત્મક અસરસ્પષ્ટ થઇ છે.
AIથી કોન્ફિડન્સ વધી રહ્યું છે
AIનો ઉપયોગ ફક્ત કામ સરળ કરવા માટે જ નથી થતો. ઘણા લોકો, જેમાં વિશ્વાસની ખોટ છે, તેઓ પણ AIનો ઉપયોગ કરે છે. ગૂગલ જેમિનીનો ઉપયોગ કરનારા 92 ટકા લોકોનું માનવું છે કે AIના કારણે તેમની પોતાનામાં વધુ વિશ્વાસ આવ્યો છે. સાથે 93 ટકા લોકો માને છે કે તેમની પ્રોડક્ટિવિટીમાં વધારો થયો છે, અને 85 ટકા લોકોને લાગ્યું છે કે તેમની ક્રિએટિવિટીમાં વધારોથયો છે. આ રિસર્ચથી એવું પ્રતીત થાય છે કે AI લોકોની ઘણી ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે સહાયક છે.
નવું ફીચર
ગૂગલ દ્વારા હાલ જેમિનીના નવા AI ફીચર્સ વિશે વાત કરવામાં આવી છે. Veo 2 નામના હાઈ રિઝોલ્યુશન વિડિઓ જનરેટ કરનારા ટૂલનો ઉલ્લેખ છે. જેમિનીના લાઈવ ફીચર મારફતે વિડિઓનો ઉપયોગ કરીને વિઝ્યુઅલ વાતચીત સરળ બની રહી છે. આ તમામ ફીચર્સનું યુઝર્સ એના કાર્યને સરળ અને ક્રિએટિવ રીતે પૂર્ણ કરવા માટે કરી શકે છે.