કામની વાત: નથી પસંદ Aadhaar Card માં તમારી તસવીર? તો આ રીતે ઘરે બેઠા જ કરો ચેન્જ, જાણો પ્રોસેસ
Image:Freepik
નવી મુંબઇ,તા.14 માર્ચ 2024, ગુરુવાર
થોડા દિવસો પહેલા જ આધાર કાર્ડમાં મફતમાં સુધારો કરવાની સમયમર્યાદા સરકારે વધારી હતી. જે બાદ. સરકારે મફત આધારની વિગતો અપડેટ કરવાની વર્તમાન સમયરેખા 14 માર્ચથી 14 જૂન, 2024 સુધી લંબાવી છે. એટલે કે હવે તમારી પાસે 4 મહિનાનો વધારાનો સમય છે.
જો તમે આધારકાર્ડ ધારક છો અને સરનામુ કે મોબાઇલ નંબર,સરનેમ કે પછી કોઇ પણ માહિતી મા ભૂલ છે તો તેને આ સમયગાળામા સુધારી લો.
શુ તમને ખબર છે કે, આધાર કાર્ડમા તમે માત્ર તમારું નામ, સરનામું, જન્મ તારીખ જ નહીં પણ તમારો ફોટોગ્રાફ પણ બદલી શકો છો. હા, આવી સ્થિતિમાં તમારા આધાર કાર્ડની તસવીર હવે મજાકનો ભાગ નહીં બને. ઘણીવાર આધાર પર પોસ્ટ કરવામાં આવેલ ફોટો લોકોમાં મજાકનું કારણ બની જાય છે. તેથી, જો તમે પણ આધાર કાર્ડનો ફોટોગ્રાફ બદલવા માંગો છો, તો તમે આ માટે એક સરળ પદ્ધતિ અપનાવી શકો છો,
આધાર કાર્ડમાં ફોટોગ્રાફ કેવી રીતે બદલવો?
આધાર કાર્ડનો ફોટો બદલવા માટે માત્ર ઓફલાઈન પદ્ધતિ અપનાવી શકાય છે. જો કે, ઓનલાઈન પદ્ધતિમાં માત્ર ફોર્મ ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. આ માટે UIDAIની સત્તાવાર સાઇટ પર જાઓ. uidai.gov.in પર લોગિન કરો. અહીં આધાર એનરોલમેન્ટ ફોર્મને ડાઉનલોડ કરો.
ફોર્મ ફિલ કરો અને નજીકના આધાર કેન્દ્ર પર જઈને સબમિટ કરો. અહીં તમારી બાયોમેટ્રિક વિગતો તપાસવામાં આવશે. આ પછી એક નવી તસવીર પણ લેવામાં આવશે. આ પછી 100 રૂપિયા ફી લેવામાં આવશે. આ રીતે તમારા આધાર કાર્ડ પર નવો ફોટોગ્રાફ અપડેટ થઈ જશે.
આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- UIDAI ની ઓફિશિયલ સાઇટ પર લોગિન કરો.
- અહીં My Aadhaar નો વિકલ્પ હશે, તેને સિલેક્ટ કરો.
- આ પછી Download Aadhaar ઓપ્શન સિલેક્ટ કરો.
- એક પેઝ ઓપન થશે, તેમાં જરૂરી માહિતી દાખલ કરો.
- કેપ્ચા કોડ દાખલ કરો અને પછી લિંક કરેલ ફોન નંબર પર OTP મોકલો.
- OTP દાખલ કર્યા પછી આધાર ડાઉનલોડ કરો.
તમે Verify & Download પર ક્લિક કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આ સિમ્પલ સ્ટેપ્સને અનુસરીને તમે આધારકાર્ડનો ફોટો બદલી શકો છો.