ઈન્સ્ટાગ્રામ પર ખોટો મેસેજ મોકલી દીધો છે, કોઈને ખબર પણ ના પડે એ રીતે ભૂલ સુધારી શકાશે
Image Source: Freepik
અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2024 શનિવાર
હવે તમામ મેસેજિંગ એપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મોકલી દીધેલા મેસેજને એડિટ કરવાનું ઓપ્શન આપી રહ્યા છે. આવુ જ ફીચર ઈન્સ્ટાગ્રામ DM મેસેજને એડિટ કરવા માટે પણ આપી રહ્યુ છે. જો તમે ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ છો અને તમને આ મેસેજ એડિટ ફીચર વિશે ખબર નથી તો આ સમાચાર તમારા માટે કામના છે.
મોટાભાગની મેસેજિંગ એપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જો તમે મોકલી દીધેલા મેસેજને એડિટ કરો છો તો આ વિશે મેસેજ રિસીવરને નોટિફિકેશન મળી જાય છે કે મોકલાયેલા મેસેજને એડિટ કરવામાં આવ્યા છે પરંતુ ઈન્સ્ટાગ્રામના ફિચરમાં આવુ હોતુ નથી. આ ટ્રિકને યૂઝ કરવા માટે થર્ડ પાર્ટી એપની જરૂર નથી કેમ કે આ ફિચર ઈનબિલ્ટ ઈન્સ્ટાગ્રામમાં આપવામાં આવ્યુ છે.
કેવી રીતે મેસેજ એડિટ કરવો સ્ટેપ બાય સ્ટેપ જાણો
- સૌથી પહેલા તમારે ઈન્સ્ટાગ્રામ ચેટ પર જવુ પડશે અને જેને ખોટો મેસેજ કર્યો છે તેનીપર ક્લિક કરવુ પડશે.
- જે બાદ આ ખોટા મેસેજને લોગ ટાઈમ માટે પ્રેસ કરો અને કોપી કરો. જે બાદ બીજીવખત લોગ પ્રેસ કરીને આને ડિલીટ કરી દો.
- વ્હોટ્સએપ અને બીજી મેસેજિંગ એપની જેમ ઈન્સ્ટાગ્રામ આ ડિલીટ કરવામાં આવેલા મેસેજનું નોટિફિકેશન યૂઝર્સ પાસે મોકલશે નહીં.
- હવે જે મેસેજને કોપી કર્યો છે તેને ચેટ બોક્સમાં બીજી વખત પેસ્ટ કરો અને જે પરિવર્તન કરવાનું છે તે કરો.
- આ સંપૂર્ણ પ્રોસેસ કર્યા બાદ હવે તમે એડિટ કરેલો મેસેજ સેન્ડ કરી દો, જેનું કોઈ નોટિફિકેશન મેસેજ રિસીવરને મળશે નહીં.
જો મેસેજ એડિટ ન થયો તો આ કારણ હોઈ શકે
ઈન્સ્ટાગ્રામના આ નવા ફિચરને Backdrop નામ આપવામાં આવ્યુ છે. હાલ બેકડ્રોપ ફિચર માત્ર અમેરિકી યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. ઈન્સ્ટાગ્રામ પર મોકલેલા મેસેજને એડિટ કરવા માટે એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલે તમે ગમે ત્યારે પણ મેસેજને એડિટ કરી શકશો નહીં. નવા અપડેટ અનુસાર ઈન્સ્ટાગ્રામ પર મોકલેલા મેસેજને મોકલવા માટે 15 મિનિટ સુધી એડિટ કરી શકશો.