આઇફોનમાં જોખમી મેસેજથી બચાવતું એક ઉપયોગી ફીચર

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
આઇફોનમાં જોખમી મેસેજથી બચાવતું એક ઉપયોગી ફીચર 1 - image


આપણા સૌ પર બિનજરૂરી કે જોખમી મેસેજિસનો સતત મારો થાય છે. જો તમારી પાસે આઇફોન હોય તો તમે આવા મેસેજથી સહેલાઈથી બચી શકો છો. પરંતુ તમે કદાચ એ ઉપયોગી સેટિંગથી અજાણ હશો.

તેનો લાભ લેવા આઇફોનમાં સેટિંગ્સ એપ ઓપન કરો અને તેમાં મેસેજિસમાં જાઓ. મેસેજિસના પેજ પર થો઼ડું નીચેની તરફ સ્ક્રોલ કરતાં, મેસેજ ફિલ્ટરિંગ હેઠળ, ‘ફિલ્ટર અનનોન સેન્ડર્સ’નો વિકલ્પ જોવા મળશે. તેને ઓન કરી દો.

હવે આ સેટિંગ ઓન કરવાની શી અસર થઈ તે તપાસવા આઇફોનમાં મેસેજિસ એપ ઓપન કરો. તમે જોશો કે સ્ક્રીનમાં ઉપરની તરફ મેસેજિસ ફિલ્ટર કરવાનો એક ઓપ્શન ઉમેરાયો છે. તેને ક્લિક કરતાં તમે ઓલ મેસેજિસ, તમે જેમનો નંબર સેવ કર્યો હોય તેવા જાણીતા લોકો તરફથી આવેલા મેસેજ, અજાણ્યા લોકો તરફથી આવેલા મેસેજ, તમે હજી વાંચ્યા ન હોય તેવા મેસેજ કે નજીકના સમયમાં ડિલીટ કર્યા હોય તેવા મેસેજ એમ વિવિધ રીતે મેસેજ ફિલ્ટર કરી શકશો.

આઇફોનનું આ મહત્ત્વનું ફીચર તમારા ધ્યાનમાં ન હોય તો તેનો લાભ લેવાનું શરૂ કરવા જેવું છે.


Google NewsGoogle News