Get The App

દેશમાં પહેલીવાર શ્રીહરિકોટાથી લોન્ચ થશે ખાનગી સ્પેસ કંપનીનુ રોકેટ

Updated: Nov 8th, 2022


Google NewsGoogle News
દેશમાં પહેલીવાર શ્રીહરિકોટાથી લોન્ચ થશે ખાનગી સ્પેસ કંપનીનુ રોકેટ 1 - image


નવી દિલ્હી, તા. 8 નવેમ્બર 2022 મંગળવાર

પહેલીવાર દેશમાં ખાનગી સ્પેસ કંપનીનુ રોકેટ લોન્ચ કરવાનુ છે. લોન્ચિંગ ISRO ના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડથી થશે. આ રોકેટને હૈદરાબાદ સ્થિત સ્કાઈરુટ એરોસ્પેસ કંપનીએ બનાવ્યુ છે. કંપનીના સીઈઓ અને સહ-સંસ્થાપક પવન કુમાર ચાંદનાએ જણાવ્યુ કે આ એક ટેસ્ટ ફ્લાઈટ છે. ઈસરોએ ઉડાન માટે 12થી 16 નવેમ્બર 2022ની વચ્ચે લોન્ચ વિંડો નક્કી કર્યુ છે. 

પવને જણાવ્યુ કે હવામાન અનુસાર આમાંથી કોઈ એક તારીખ પર રોકેટનુ લોન્ચિંગ થશે. રોકેટનુ નામ વિક્રમ-એસ છે. જેનુ નામ મશહૂર ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સંસ્થાપક ડો. વિક્રમ સારાભાઈના નામ પર આપવામાં આવ્યુ છે. આ લોન્ચને મિશન પ્રારંભ નામ આપવામાં આવ્યુ છે. ઈસરો ચીફ ડો.એસ. સોમનાથે સ્કાઈરુટ કંપનીના મિશન પ્રારંભના મિશન પેચનુ અનાવરણ પણ કર્યુ. 

દેશમાં પહેલીવાર શ્રીહરિકોટાથી લોન્ચ થશે ખાનગી સ્પેસ કંપનીનુ રોકેટ 2 - image

વિક્રમ-એસ એક સબ-ઓર્બિટલ ઉડાન ભરશે. સ્કાઈરુટ દેશની પહેલી ખાનગી સ્પેસ કંપની હશે જે આ મોટુ કામ કરવા જઈ રહી છે. આ લોન્ચ માટે સ્કાઈરુટ અને ઈસરોની વચ્ચે કરાર થયા છે. સ્કાઈરુટના સીઓઓ અને સહ-સંસ્થાપક નાગા ભરત ડાકાએ જણાવ્યુ કે વિક્રમ-એસ રોકેટ સિંગલ સ્ટેજનુ સબ-ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે. જે પોતાની સાથે ત્રણ કોમર્શિયલ પેલોડ્સ લઈને જઈ રહ્યા છે. આ એક રીતનુ પરીક્ષણ છે. આમાં સફળતા મળશે તો ભારત ખાનગી સ્પેસ કંપનીના રોકેટ લોન્ચિંગ મામલે દુનિયાના અગ્રણી દેશોમાં સામેલ થઈ જશે. 

ગયા વર્ષે કર્યુ હતુ થ્રીડી પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનુ પરીક્ષણ

સ્કાઈરુટ એરોસ્પેસ 25 નવેમ્બર 2021એ નાગપુર સ્થિત સોલર ઈન્ડસ્ટ્રી લિમિટેડની ટેસ્ટ ફેસિલિટીમાં પોતાના પહેલા થ્રીડી પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિન (First 3D Printed Cryogenic Engine)નુ સફળ પરીક્ષણ કર્યુ. આ રોકેટથી નાના સેટેલાઈટને અંતરિક્ષની નક્કી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

સ્કાઈરુટ એરોસ્પેસના બિઝનેસ ડેવલપમેન્ટ પ્રમુખ શિરીષ પલ્લીકોંડાએ જણાવ્યુ કે થ્રીડી ક્રાયોજેનિક એન્જિન સામાન્ય ક્રાયોજેનિક એન્જીનની તુલનામાં વધારે વિશ્વાસુ છે. સાથે જ આ 30થી 40 ટકા સસ્તુ પણ છે. અમે આનો ઉપયોગ પોતાના લોન્ચ વ્હીકલ વિક્રમ-2 અને 3 માં ઉપયોગ કરશે. અમારી પાસે ત્રણ પ્રકારના રોકેટ છે. વિક્રમ-1, 2 અને 3. 


Google NewsGoogle News