Get The App

યુપીઆઈ લાઇટનો ઉપયોગ વધારવા માટે એક નવી સગવડ

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
યુપીઆઈ લાઇટનો ઉપયોગ વધારવા માટે એક નવી સગવડ 1 - image


જુદા જુદા દેશોમાં પહોંચી રહેલી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેર (યુપીઆઇ) વ્યવસ્થામાં સતત નવા નવા ફેરફારો આવી રહ્યા છે. લેટેસ્ટ ફીચર મુજબ, યુપીઆઇ લાઇટ વ્યવસ્થાને ઇ-મેન્ડેટમાં આવરી લેવાનો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ નિર્ણય કર્યો છે.

જૂનાં વોલેટમાં આ સગવડ હતી અને આપણા બેંક એકાઉન્ટમાં પણ આપણે તેનો લાભ લેતા આવ્યા છીએ. જૂનાં વોલેટમાં, નિશ્ચિત રકમ જમા કરીને પછી તેમાંથી રકમ ખર્ચ કરવાની વ્યવસ્થા હતી. આથી, નિશ્ચિત રકમનું બેલેન્સ ઘટે એટલે આપણા બેન્ક એકાઉન્ટ કે ક્રેડિટ/ડેબિટ કાર્ડથી રકમ વોલેટમાં પહોંચી જાય એવી વ્યવસ્થા કરી શકાતી હતી.

બેંક એકાઉન્ટમાં ઇલેક્ટ્રોનિક ક્લીઅરિંગ સર્વિસ (ઇસીએસધનો લાભ લઈને આપણે પોતાના ખાતામાંથી લાઇટ કે મોબાઇલનાં બિલ, વીમાનાં પ્રીમિયમ કે લોનના હપ્તા વગેરે નિયમિત પેમેન્ટ આપોઆપ નિશ્ચિત તારીખે થતાં રહે એવી ગોઠવણ કરી શકીએ છીએ.

લગભગ એવો જ લાભ હવે યુપીઆઇ લાઇટમાં મળશે. તમે જાણતા જ હશો કે યુપીઆઇ લાઇટમાં એક સમયે કુલ રૂ. ૨૦૦૦ સુધીનું બેલેન્સ રાખી શકાય છે અને એક સમયે વધુમાં વધુ રૂ. ૫૦૦ની રકમ સુધીનું પેમેન્ટ કરવું હોય તો સીધા આપણા બેન્ક ખાતાને બદલે યુપીઆઇ લાઇટ એકાઉન્ટમાંથી પેમેન્ટ કરી શકાય છે. યુપીઆઇ લાઇટથી પેમેન્ટ થાય ત્યારે આપણે પિન આપવો પડતો નથી.

અત્યારે તકલીફ એ છે કે યુપીઆઇ લાઇટ એકાઉન્ટમાંનું બેલેન્સ ઘટતું જાય એ પછી ઘણી વાર રૂ. ૫૦૦થી ઓછી રકમનું પેમેન્ટ પણ તેનાથી થઈ શકતું નથી કેમ કે ચૂકવણીની રકમ કરતાં બેલેન્સ ઓછું હોય. હવે ઇ-મેન્ડેટની સુવિધા મળતાં, બેલેન્સ નિશ્ચિત કરતાં ઘટે તો આપોઆપ, આપણે નક્કી કરતી પદ્ધતિથી તેમાં નવી રકમ ઉમેરાઈ જાય એવી ગોઠવણ કરી શકાશે.


Google NewsGoogle News