WhatsAppમાં આવ્યું ગજબનું ફીચર, યૂઝર્સને મળશે કલર અને થીમ બદલવાનું ઓપ્શન
Image Source: Freepik
અમદાવાદ, તા. 09 જાન્યુઆરી 2024 મંગળવાર
વ્હોટ્સએપ પોતાના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરતુ રહે છે, જેનાથી યૂઝર્સનો આ મેસેજિંગ પ્લેટફોર્મથી લગાવ જળવાઈ રહે છે. 2024માં વ્હોટ્સએપ એક ગજબ ફીચર્સ સાથે આવવાનું છે. જેના દ્વારા યૂઝર્સ પોતાના મૂડના હિસાબે વ્હોટ્સએપનો કલર અને થીમ બદલી શકશે. આ ફીચર દ્વારા યૂઝર્સને ગ્રીન, બ્લૂ, વ્હાઈટ, કોરલ અને પર્પલ કલરમાં પોતાના વ્હોટ્સએપને બદલવાનું ઓપ્શન મળશે.
વ્હોટ્સએપમાં નવા કલર ઓપ્શન મળશે
વ્હોટ્સએપ વિશે જાણકારી આપનારી વેબસાઈટ અનુસાર આ ફીચરને આઈઓએસના વ્હોટ્સએપ બીટા વર્જન 24.1.10.70 માં જોવામાં આવ્યુ છે. બીટા વર્જનના રિપોર્ટમાં લેવામાં આવેલા સ્ક્રીનશોટ પર જોવામાં આવ્યુ કે યૂઝર્સને 5 કલરનો વિકલ્પ મળી શકે છે.
વ્હોટ્સએપની આ થીમ કસ્ટમાઈઝેશન ફીચરની મદદથી યૂઝર્સ વ્હોટ્સએપનો કલર બદલી શકશે. આ ફીચરના કારણે વ્હોટ્સએપનો સંપૂર્ણ લુક જ બદલાઈ જશે કેમ કે અત્યાર સુધી લોકોએ વ્હોટ્સએપનો માત્ર એક જ થીમ અને રંગમાં ઉપયોગ કર્યો છે. દરમિયાન નવો કલર અને થીમ યૂઝર્સ માટે ખૂબ કમાલનું સાબિત થઈ શકે છે.
2024માં ઘણા ખાસ પરિવર્તન થશે
આ સિવાય અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્હોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યુ છે. જેનું નામ બબલ કલર ચેન્જ ફીચર છે. આ ફીચર દ્વારા વ્હોટ્સએપ યૂઝર્સને પર્સનલાઈઝ્ડ એક્સપીરિયન્સ મળશે. તેનો અર્થ છે કે યૂઝર્સ પોતાના હિસાબે વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકશે. જોકે, વ્હોટ્સએપ હજુ પોતાના આ તમામ ફીચર્સ પર કામ કરી રહ્યુ છે.
આ કલર ફીચર્સ સિવાય વ્હોટ્સએપ 2024માં વધુ ખાસ પરિવર્તન કરવાનું છે. આગામી સમયમાં યૂઝર્સને વ્હોટ્સએપ ચેટનું અનલિમિટેડ બેકઅપ ફ્રી માં મળશે નહીં. જે અત્યાર સુધી ગૂગલ ડ્રાઈવ દ્વારા બિલકુલ ફ્રીમાં મળે છે. હવે વ્હોટ્સએપે નિર્ણય કર્યો છે કે યૂઝર્સને વ્હોટ્સએપનું એટલુ જ બેકઅપ ફ્રીમાં મળશે જેટલી તેમના ગૂગલ ડ્રાઈવમાં સ્પેસ હશે. આનો અર્થ ગૂગલ ડ્રાઈવમાં ફ્રી મળનારી 15GB સ્ટોરેજમાં જ વ્હોટ્સએપનું ચેટ બેકઅપ આપવામાં આવશે. જો ગૂગલ ડ્રાઈવની ફ્રી સ્પેસ પૂર્ણ થઈ જાય તો તમારે ગૂગલ વનથી સ્ટોરેજ ખરીદવાનું હશે તો પણ વ્હોટ્સએપનું બેકઅપ લઈ શકશો.