વોટ્સએપમાં આવે છે મોટું પરિવર્તન

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
વોટ્સએપમાં આવે છે મોટું પરિવર્તન 1 - image


- ðkuxTMkyuÃk{kt xqtf Mk{Þ{kt ykÃkýe yku¤¾Lke ÃkØrík çkË÷kþu

આજે વોટ્સએપ સૌથી સરળ, સૌથી વ્યાપક મેસેજિંગ સર્વિસ બની ગઈ છે. એસએમએસની જેમ, જો તમને કોઈનો મોબાઇલ નંબર ખબર હોય તો તમે તેમને વોટ્સએપ પર મેસેજ મોકલી શકો. જોકે આ જ કારણે વોટ્સએપર પ્રમોશનલ મેસેજિસ અને - ક્યાંય વધુ જોખમી - છેતરપિંડી માટેના મેસેજિસનું પ્રમાણ હદ બહારનું વધ્યું છે. 

સ્થિતિ એવી છે કે સાવધાની હટી, તો દુર્ઘટના ઘટી!

આ સ્થિતિનું એક મોટું કારણ એ છે કે વોટ્સએપમાં આપણું એકાઉન્ટ ફક્ત મોબાઇલ નંબર આધારિત છે - જે કોઈને પણ ખબર હોય. એ જ કારણે લાંબા સમયથી મેટા કંપની વોટ્સએપમાં પણ યૂઝરનેમ પદ્ધતિ લાવવા મથે છે.

હવે તેની શરૂઆત થઈ છે. વોટ્સએપ પર ફ્રી પ્રમોશનલ મેસેજ અંકુશમાં લાવીને કંપની પોતાનો પેઇડ પ્રમોશન બિઝનેસ વધારવા માગતી હોય એ પણ સંભવ છે. પરંતુ સરેરાશ યૂઝર તરીકે આપણે માટે આ ફેરફારો મહત્ત્વના છે.

yufkWLxLke yku¤¾-Mk÷k{íke {kxu {¤þu ºký rðfÕÃkku

વોટ્સએપના આપણા ઉપયોગમાં ટૂંક સમયમાં એક મોટો બદલાવ આવવાની શક્યતા છે. અત્યાર સુધી આપણે વોટ્સએપનો આપણા મોબાઇલ નંબરની મદદથી ઉપયોગ કરતા આવ્યા છીએ. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે સર્વિસમાં આપણે પોતાનું ઇમેઇલ/યૂઝરનેમ તથા પાસવર્ડ પસંદ કરી એકાઉન્ટ ઓપન કરી શકીએ. જ્યારે વોટ્સએપમાં મોબાઇલ નંબર એ જ આપણી ઓળખ છે. વોટ્સએપમાં એન્ટર થવા માટે આપણે બીજી કોઈ ઝંઝટમાં પડવાની જરૂર હોતી નથી. આ પણ એક મોટું કારણ છે, જેને કારણે તમામ ઉંમરના લોકોમાં વોટ્સએપ અત્યંત લોકપ્રિય છે.

પરંતુ વોટ્સએપ પર આપણો મોબાઇલ નંબર એ જ આપણી ઓળખ હોવાનો એક મોટો ગેરફાયદો છે. આપણો મોબાઇલ નંબર ધરાવતી કોઈ પણ વ્યક્તિ વોટ્સએપ પર જુદી જુદી રીતે આપણો સંપર્ક કરી શકે છે. મતલબ કે આપણે જે વ્યક્તિને બિલકુલ ઓળખતા ન હોઇએ, જેનો નંબર આપણી એડ્રેસબુકમાં ન હોય એવી વ્યક્તિ પણ જો આપણો મોબાઇલ નંબર જાણતી હોય તો વોટ્સએપ પર આપણને ટેકસ્ટ મેસેજ, લિંક્સ, ઇમેજ, વીડિયો, પીડીએફ વગેરે મોકલી શકે તથા ઓડિયો/વીડિયો કોલ પણ કરી શકે.

આ બધાના કારણે વોટ્સએપ પર આપણે સાવચેત ન હોઈએ તો હેકર કે ઠગ ટોળકીઓના સકંજામાં આવી જવાની શક્યતા રહે.

કંપનીએ તેની સામે આપણને રક્ષણ આપવા માટે કેટલીક સવલતો આપી છે. જેમ કે વોટ્સએપ પર બિલકુલ અજાણ્યા નંબર પરથી આવતા કોલ આપણે મ્યૂટ રાખી શકીએ છીએ. આવા ફોનની રિંગ વાગે જ નહીં તો આપણે કોલ રિસીવ ન કરીએ અને હેકરના સકંજામાં ફસાઇએ નહીં.

એ જ રીતે અજાણ્યા નંબર પરથી આવતા મેસેજમાં કોઈ વેબસાઇટ કે વેબપેજની લિંક હોય તો તે ડીએક્ટિવેટેડ રહે છે એટલે કે આપણે તેને ક્લિક કરીને સીધા એ વેબસાઇટ કે વેબપેજ પર પહોંચી શકતા નથી (આપણા કોઈ પરિચિત તેમના પર આવેલા આવા, સંભવિત રીતે જોખમી લિંક સાથેના મેસેજ ઝાઝું વિચાર્યા વગર ફેમિલી ગ્રૂપમાં કે વ્યક્તિગત રીતે આપણને ફોરવર્ડ કરે તો એ પરિચિતનો નંબર આપણી એડ્રેસબુકમાં હોવાથી લિંક એક્ટિવ થઈ જાય છે. આથી કોઈ મેસેજમાંની લિંક જોખમી ન હોવાની ખાતરી ન હોય ત્યાં સુધી મેસેજ આંખ મીંચીને ફોરવર્ડ કરવી ન જોઇએ!).

હવે કંપની વોટ્સએપનો આપણો ઉપયોગ વધુ સલામત બનાવવાની તૈયારીમાં છે. એ મુજબ કંપની વોટ્સએપ પર આપણી ઓળખ માટે ત્રણ વિકલ્પો આપશે. હાલમાં વોટ્સએપના આ ઓપ્શન્સ બીટા વર્ઝનમાં અમલમાં આવવા લાગ્યા છે.

આ વર્ષના અંત સુધીમાં આપણા જેવા તમામ રોજિંદા યૂઝર્સને પણ તેનો લાભ મળવા લાગે તેવી શક્યતા છે.

{kuçkkR÷ Lktçkh Lknª, ÞqÍhLku{

આપણે પોતાનો મોબાઇલ નંબર અને વોટ્સએપ પર આપણે જે નંબરનો ઉપયોગ કરતા હોઇએ તે જાહેર ન કરવા હોય તો હાલના ફોન નંબરને બદલે યૂઝરનેમનો ઉપયોગ કરી શકીશું. અલબત એ ધ્યાને રાખવા જેવું છે કે આ ફેરફારથી આપણા જૂના કોન્ટેક્ટ્સ પર કોઈ અસર થશે નહીં. જે વ્યક્તિઓને આપણા મોબાઇલ નંબરની જાણ થઈ ગઈ છે તેઓ આપણી કોન્ટેક્ટ ડિટેઇલ હજી પણ જોઈ શકશે. ફક્ત આપણા સંપર્કમાં આવતા નવા યૂઝર્સને પ્રોફાઇલ સેકશનમાં આપણા મોબાઇલ નંબરને બદલે યૂઝરનેમ જોવા મળશે. માત્ર અંગત ઉપયોગ માટે વોટ્સએપ પર સક્રિય લોકો માટે ફોન નંબરને બદલે યૂઝરનેમનો ઉપયોગ બહેતર રહેશે.

nk÷Lke su{ {kuçkkR÷ Lktçkh

આપણે ઇચ્છીએ તો વોટ્સએપ પર આપણે જે મોબાઇલ નંબરનો ઉપયોગ કરીએ છીએ તે સૌ કોઈ જોઈ શકે એવી હાલની વ્યવસ્થા ચાલુ રાખી શકીશું. એવી શક્યતા છે કે એવી સ્થિતિમાં આપણે યૂઝરનેમ પસંદ કરવાની જરૂર રહેશે નહીં. ખાસ કરીને બિઝનેસના હેતુથી વોટ્સએપનો વધુ ઉપયોગ કરતા લોકો માટે હાલની વ્યવસ્થા ચાલુ રાખવી યોગ્ય રહેશે. કેમ કે એ રીતે આપણી એડ્રેસબુકમાં જેમનો નંબર સેવ્ડ ન હોય તેવા, પરંતુ આપણી પ્રોડક્ટ કે સર્વિસમાં રસ ધરાવતા લોકો ફક્ત આપણા મોબાઇલ નંબરને આધારે વોટ્સએપ પર આપણો સંપર્ક કરી શકે છે. આ રીતે હાલની પદ્ધતિ યથાવત ચાલુ રહેશે.

ÞqÍhLku{ ð¥kk rÃkLk

આ વિકલ્પમાં આપણે મોબાઇલ નંબરને બદલે યૂઝરનેમ અને તેની સાથોસાથ એક ચોક્કસ, ચાર અંકનો પિન પસંદ કરી શકીશું. તે પછી માત્ર આપણો પિન ધરાવતા લોકો વોટ્સએપ પર આપણો સંપર્ક કરી શકશે. વોટ્સએપની આંટીઘૂંટીઓ ન સમજતા વડીલો માટે આ વ્યવસ્થા વધુ ઉપયોગી થશે. કેમ કે તેમના સ્વજન તેમને માટે યૂઝરનેમ+પિન સિલેક્ટ કરી લે એ પછી તદ્દન અજાણી (એટલે કે હેકર્સ!) તરફથી વડીલના વોટ્સએપ પર કોઈ પણ રીતે સંપર્ક થવાની શક્યતા રહેશે નહીં. જોકે આ વ્યવસ્થામાં ઝંઝટ ઘણી વધશે. આપણો સંપર્ક કરવા માગતી વ્યક્તિએ ‘કોઈ રીતે’ આપણો પિન માગવો પડશે, આપણે તે આપીએ પછી તેની સાથે વાતચીત શક્ય બનશે.

nufh íkku Xef, Mkkð ykÃkýk suðe s yLÞ fkuE ÔÞÂõíkLku ykÃkýk ðkuxTMkyuÃk yufkWLxLkku ytfwþ {¤e þfu Au!

ðkuxTMkyuÃk yufkWLxLke Mk÷k{íke {kxu yk ðkík ¾kMk æÞkLku hk¾þku...

ઘણા લોકોને એક મોબાઇલમાં બે કંપનીના સિમકાર્ડનો ઉપયોગ કરવાની ટેવ હોય છે. તેમાંથી કોઈ એક નંબર પર તેમણે વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કર્યું હોય. એ પછી ક્યારેક એવું બને કે તેમનો વિચાર બદલાય અને બેમાંથી કોઈ એક કંપનીના મોબાઇલ નંબરને િરચાર્જ કરવાનું કે તેનું બિલ ભરવાનું તેઓ બંધ કરે. બનવાજોગ એ જ નંબરનો તેમણે વોટ્સએપમાં ઉપયોગ કર્યો હોય.

હવે મજા જુઓ. વોટ્સએપ પર ફક્ત એકાઉન્ટ એક્ટિવેટ કરતી વખતે એક્ટિવ સિમકાર્ડની જરૂર હોય છે. કેમ કે તેના પર એ નંબર આપણો જ હોવાની ખાતરી કરવા માટે ઓટીપી આવે છે. આ રીતે વોટ્સએપ એકાઉન્ટ ક્રિએટ થઈ જાય એ પછી આપણે એ નંબરના સિમકાર્ડનો ઉપયોગ બંધ કરીએ તો પણ વોટ્સએપ પર એ જ નંબરનું એકાઉન્ટ ચાલુ રહે છે (આ જ વાતનો લાભ લઇને ઘણા લોકો પરદેશ જઈને પણ ભારતના મોબાઇલ નંબર પર વોટ્સએપ ચલાવતા રહે છે).

હવે આપણે જે નંબરનો ઉપયોગ બંધ કરીએ તે નંબર અમુક નિશ્ચિત સમય પછી (મોટા ભાગે છ મહિના) પછી કંપની બીજી કોઈ પણ વ્યક્તિને ફાળવી શકે છે. માની લો કે આપણો જૂનો નંબર મેળવનારી વ્યક્તિ એ જ નંબર પર પોતાનું નવું વોટ્સએપ એકાઉન્ટ ચાલુ કરવા માગે છે.

પરિણામે થશે એવું કે એ જ્યારે વોટ્સએપ ઇન્સ્ટોલ કરીને એકાઉન્ટ શરૂ કરવાનો પ્રયાસ કરશે ત્યારે તેને વોટ્સએપ તરફથી એ નંબર પર ઓટીપીનો એસએમએસ મળશે (ત્યાં સુધી આપણું વોટ્સએપ એકાઉન્ટ એ નંબર પર ચાલુ હશે, પણ આપણે માટે એ નંબર ડીએક્ટિવેટેડ છે. આથી વોટ્સએપ તરફથી આવતો ઓટીપી દેખીતી રીતે નવી વ્યક્તિને મળશે). એ વ્યક્તિ ઓટીપી આપીને નંબર પોતાનો હોવાની ખાતરી આપશે અને તેના મોબાઇલમાં વોટ્સએપ એકાઉન્ટ ચાલુ થઈ જશે - જે અત્યાર સુધી આપણું હતું! એ સાથે આપણે પોતાના મોબાઇલમાં વોટ્સએપ એકાઉન્ટમાંથી લોગઆઉટ થઈ જશું.

હવે કેવી સ્થિતિ સર્જાય?

આ સંજોગમાં આપણો એ જૂનો નંબર જે કોઈ પરિચિતોના નંબરમાં સેવ્ડ હશે તેમને વોટ્સએપમાં નામ તો આપણું દેખાશે કેમ કે એમણે નંબર આપણા નામે સેવ કર્યો હશે. પરંતુ પ્રોફાઇલ પિકચરમાં તથા વોટ્સએપ એકાઉન્ટના નામ તરીકે નવી વ્યક્તિએ જે કંઈ ઇમેજ કે નામ પસંદ કર્યાં હશે તે દેખાશે. આપણા વોટ્સએપ એકાઉન્ટમાંનો ડેટા આપણા મોબાઇલમાં સેવ્ડ હોય છે. એટલે એમાંનું બધું નવી વ્યક્તિને જોવા મળશે નહીં.

પરંતુ એકાઉન્ટ સ્વિચ થવાના સમયગાળા દરમિયાન આપણા પરિચિતોએ આપણને જે કોઈ મેસેજ મોકલ્યા હોય તે આપણા એકાઉન્ટને બદલે પેલી નવી વ્યક્તિના એકાઉન્ટમાં ડિલિવર થશે. એટલું જ નહીં એકાઉન્ટમાં થયેલો આ ફેરફાર આપણા પરિચિતોના ધ્યાનમાં આવે નહીં તો તેઓ પોતે આપણને મેસેજ મોકલી રહ્યા છે એમ માનીને જે કોઈ મેસેજ મોકલે તે હવે પેલી નવી વ્યક્તિને પહોંચશે અને તે તેને જોઈ શકશે.

હજી વધુ ચિંતાની વાત જાણો - આપણે એ જૂના મોબાઇલ નંબરથી વોટ્સએપ પર જેટલા ગ્રૂપમાં સામેલ હતા એ બધા જ ગ્રૂપમાં પેલી નવી વ્યક્તિ પણ હવે આપોઆપ સામેલ રહેશે. મતલબ કે આપણા ફેમિલી ગ્રૂપમાં કોઈ તદ્દન અજાણી વ્યક્તિ પણ મેમ્બર તરીકે સામેલ થઈ જાય એવું બનશે. ગ્રૂપમાંના જૂના મેસેજ નવી વ્યક્તિ જોઈ શકશે નહીં, પરંતુ ગ્રૂપમાં જે કંઈ નવી વાતચીત થશે એ બધી જ આપણે જોઈ નહીં શકીએ, પરંતુ પેલી નવી વ્યક્તિ જોઈ શકશે.

આવી સ્થિતિથી બચવા આપણે શું કરી શકીએ?

પહેલી વાત એ કે હંમેશાં વોટ્સએપમાં એ જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરવો જેને આપણે સતત ચાલુ રાખતા હોઇએ. કોઈ પણ મોબાઇલ નંબરનો ઉપયોગ આપણે બંધ કરવા ઇચ્છીએ તો એ નંબર પર વોટ્સએપ એકાઉન્ટ હોય તો તેને પહેલાં અચૂકપણે ડીલિટ કરવું.

બીજી વાત, આપણે જોયું તેમ નવી વ્યક્તિ આપણા જૂના નંબરથી વોટ્સએપ એક્ટિવેટ કરવાનો પ્રયાસ કરે ત્યારે કંપની તરફથી આવતો ઓટીપીનો મેસેજ દેખીતી રીતે એ નવી વ્યક્તિને મળે છે. તેને આપણે અટકાવી ન શકીએ પરંતુ વોટ્સએપ કંપની આપણને વધારાની એક સલામતીની વ્યવસ્થા આપે છે. આપણે પોતાના એકાઉન્ટ માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન સેટ કરી શકીએ છીએ. આ માટે વોટ્સએપના સેટિંગ્સમાં એકાઉન્ટમાં જઇને ટુ-સ્ટેપ વેરિફિકેશન એક્ટિવેટ કરી, આપણે એક છ ડિજિટનો પિન પસંદ કરી શકીએ છીએ. આ પિન ફક્ત આપણે જાણીએ છીએ. વોટ્સએપ કંપની પણ નહીં. એ પિન સેટ કરતી વખતે આપણે પોતાનું ઇમેઇલ એડ્રેસ વોટ્સએપને જણાવી શકીએ છીએ. જેથી ભવિષ્યમાં પિન ભૂલી જઇએ તો આપણે આપેલા ઇમેઇલ એડ્રેસ પર તેને રિસેટ કરવાની લિંક મેળવી શકીએ છીએ.

આ રીતે વોટ્સએપ સેટિંગ્સમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરી ૃ, પિન સેટ કરવાનું પગલું બહુ મહત્ત્વનું છે. આપણે પોતે જ્યારે નવા ડિવાઇસમાં એ જ નંબરથી વોટ્સએપ એક્ટિવેટ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે કંપની તરફથી આવતા ઓટીપી ઉપરાંત ફક્ત આપણે જાણતા હોઇએ તેવો આ પિન પણ આપવાનો રહે છે. નવી વ્યક્તિ આ પિન જાણતી ન હોવાથી, તે પોતાના મોબાઇલમાં આપણું વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરી શકે નહીં.

ઇન્ટરનેટ પર અન્ય તમામ ઓનલાઇન એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરીએ તો જ્યારે પણ તેમાં લોગઇન કરીએ ત્યારે દરેક વખતે ટુ-સ્ટેપ વેરિફિકેશનનો પિન આપવો પડે છે. વોટ્સએપમાં એવું નથી. આપણે પિન આપ્યા વિના વોટ્સએપ એપ ઓપન કરીને તેમાં રાબેતા મુજબ ઉપયોગ કરી શકીએ છીએ. ફક્ત આપણો પિન આપણે ભૂલી ન જઇએ એ માટે કંપની દર અઠવાડિયે રેન્ડમલી ગમે ત્યારે એક વાર આપણો પિન પૂછે છે. એ સમયે પિન આપ્યા પછી જ આપણે વોટ્સએપમાં એન્ટર થઈ શકીએ છીએ.

હેકર પણ લાભ લઈ શકે છે

તમને યાદ હોય તો અગાઉ આ જ મુદ્દા વિશે આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વિગતવાર વાત કરી હતી. પણ ત્યારે ફોકસ એ હતું કે હેકર કેવી રીતે વોટ્સએપની ટુ-સ્ટેપ વેરિફિકેશન સિસ્ટમનો લાભ લઇને  આપણા વોટ્સએપ એકાઉન્ટનો પૂરેપૂરો કબજો મેળવી શકે છે. એ લોકો કંઈક એવી કરામત કરે છે કે આપણા પર આવતો ઓટીપી પોતાના મોબાઇલમાં મેળવી શકે છે. એવે સમયે જો આપણે ટુ-સ્ટેપ વેરિફિકેશન સેટ ન કર્યું હોય તો હેકર એની કારીમાં ફાવી જાય છે.

જ્યારે આજે જે વાત કરી છે તેમાં હેકરવાળી વાત નથી. અહીં તો કોઈ આપણા જેવી જ સામાન્ય વ્યક્તિની વાત છે. ફક્ત આપણો મોબાઇલ નંબર તેને મળી જવાથી આપણું વોટ્સએપ એકાઉન્ટ કેવી રીતે બંધ થાય અને નવી વ્યક્તિને મળી જાય તે સમજવાનું છે. આ બંને સ્થિતિમાં જો આપણે પહેલેથી વોટ્સએપ માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કર્યું હોય તો આપણે બચી શકીએ છીએ. કંપની તેની ખામીઓ સુધારે ત્યાં સુધી આપણે સજાગ રહેવું પડશે!


Google NewsGoogle News