2024ના છેલ્લા દિવસે આકાશમાં બની અનોખી ઘટના, પૃથ્વીની અત્યંત નજીકથી પસાર થયો લઘુગ્રહ
Asteroid Spotted Near Earth: 2024ના અંતિમ દિવસે અવકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટના બની હતી. 31 ડિસેમ્બરે એક લઘુગ્રહ પૃથ્વીની સૌથી નજીકથી પસાર થયો હતો. રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર, 2024માં બીજી વખત પૃથ્વીની નજીક ખગોળીય ઘટના બની હતી. 53 ફૂટ પહોળાઈ ધરાવતો આ લઘુગ્રહ 31 ડિસેમ્બરે ભારતીય સમયાનુસાર સવારે 9.17 વાગ્યે 28227 કિમી પ્રતિ કલાકની ગતિએ પૃથ્વીથી 2580000 કિમી દૂરથી પસાર થયો હતો. જે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના અંતરથી લગભગ 6.7 ગણું અંતર છે.
પૃથ્વીની નજીક આવતાં ગ્રહો જોખમી
આ લઘુગ્રહ નિઅર-અર્થ ઓબ્જેક્ટ્સ કેટેગરીમાં સામેલ છે. તેની કક્ષા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી મહત્ત્વની છે. નાસાના જણાવ્યા અનુસાર, 2024 AV2 પૃથ્વી માટે કોઈ જોખમી નહોતો કારણકે, આ લઘુગ્રહ એટલો મોટો ન હતો. નાસા મુજબ, જે લઘુગ્રહ 492 ફૂટ પહોળાઈ ધરાવતો હોય તેમજ પૃથ્વીથી 75 લાખ કિમીના ક્ષેત્રમાંથી પસાર થયો હોય તો તે અત્યંત જોખમી ગણાય છે.
આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સે 16મી વખત અંતરિક્ષમાં નવા વર્ષની ઉજવણી કરી, ISS એ તસવીરો જાહેર કરી
પૃથ્વીને જોખમથી બચાવવા ગ્રહોને ટ્રેક કરવા જરૂરી
નાસાના સેન્ટર ફોર નિઅર-અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ દ્વારા 2024 AV2 જેવા લઘુગ્રહોને ટ્રેક કરવામાં આવે છે. પીડીસીઓ હેઠળ 140 મીટરથી મોટા ખગોળીય ગ્રહોની ઓળખ કરવા તેમને ટ્રેક કરવાની દિશામાં પ્રયાસ કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ ગ્રહ સાથે અથડાવવાની સંભાવના ઘટાડી શકાય.
રશિયામાં આગનો ગોળો દેખાયો હતો
રશિયામાં થોડા સમય પહેલાં જ આકર્ષક આગનો ગોળો પૃથ્વી તરફ આગળ વધતો દેખાયો હતો. જો કે, આ લઘુગ્રહ 53 ફૂટ પહોળો હોવાથી કોઈ નુકસાન થયું ન હતું. તેની ઓળખ ટ્રેકિંગના કારણે થઈ શકી છે. તેમજ ખગોળીય ઘટનાના 12 કલાક પહેલાં જ નાસાએ તેને ઓળખી ભવિષ્યવાણી કરી હતી કે, પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતાં જ આ લઘુગ્રહ નષ્ટ થશે અને વાસ્તવમાં લઘુગ્રહ નષ્ટ થયો હતો.