ચિલીમાં ૩૨૦૦ મેગા પિકસલનો કેમેરો ઇનસ્ટોલ થશે. હવે એક સાથે હજારો તારાઓ પર થઇ શકશે સંશોધન

કારના આકારનો ડિજિટલ કેમેરો બ્રહ્નાંડના સંશોધન માટે ક્રાંતિકારી પગલું

આ કેમેરો વર્ષ ૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ કામ કરતો થઇ જશે

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
ચિલીમાં ૩૨૦૦ મેગા પિકસલનો કેમેરો ઇનસ્ટોલ થશે.  હવે એક સાથે હજારો તારાઓ પર થઇ શકશે સંશોધન 1 - image


સાન્ટિયાગો,૩૧ જાન્યુઆરી,૨૦૨૪,બુધવાર 

ચિલીમાં દુનિયાનો સૌથી શ્રેષ્ઠ કેમેરો લગાવવામાં આવશે જેના થકી એક સાથે હજારો સિતારાઓની તસ્વીરો લઇ શકાશે.૨.૮ મેટ્રીક ટન વજનનો કેમેરો એક કાર જેટલો વિશાળ છે. ઉત્તરી ચિલીના સપાટ મરુ પ્રદેશની ટેકરીઓ પર વિશાળ છતરીઓ અને દૂરબીન ઇન્સ્ટોલ કરવામાં આવી રહયા છે.  તેના થકી ખગોળવિદ્ આકાશના તારાઓ અંગે સંશોધન કરી શકશે. તારાઓ પર ઉંડાણથી સંશોધન અવકાશ ક્ષેત્ર માટે મોટી સફળતા સમાન રહેશે.

ચિલીની વેરા સી રુબીન ઓબ્ઝર્વેટરીના વૈજ્ઞાનિકોનું માનવું છે કે ટેલીસ્કોપમાં કારના આકારનો ડિજિટલ કેમેરો બ્રહ્નાંડના સંશોધન માટે ક્રાંતિકારી પગલું સાબીત થશે. ૨.૮ મેટ્રિક ટન વજનનો કેમેરો એક આધુનિક ઉપકરણ છે જેનાથી અત્યાર સુધી વણ ઉકેલાયેલી માહિતી ઉકેલવામાં મદદ મળશે. અમેરિકાના ફંડિગથી તૈયાર થયેલો આ કેમેરો વર્ષ ૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ કામ કરતો થઇ જશે.

ચિલીમાં ૩૨૦૦ મેગા પિકસલનો કેમેરો ઇનસ્ટોલ થશે.  હવે એક સાથે હજારો તારાઓ પર થઇ શકશે સંશોધન 2 - image

દર ત્રણ દિવસે આકાશનું એક ભ્રમણ પુરું કરશે. વૈજ્ઞાાનિકોને ભરપૂર ડેટા અને તસ્વીરો મળતી રહેશે. ચિલીની સોસાયટી ઓફ એસ્ટ્રોનોમીના અધ્યક્ષ બુ્રનો ડિયાઝના જણાવ્યા અનુસાર હવે એક સાથે હજારો તારાઓ પર સંશોધન કરી શકાશે જે પહેલા શકય ન હતું. ઓબ્ઝર્વેટરી ચિલીના પાટનગર સેનટિએગોથી ૫૬૦ કિમી દૂર ઉત્તર તરફ સેરો પાચોં પહાડી પર ૨૫૦૦ મીટરની ઉંચાઇ પર છે. અમેરિકાનું રિસર્ચ સેન્ટર નોએરલેબ તેનું સંચાલન સંભાળે છે.

સેન્ટરના ઉપ નિર્દેશક સ્ટુઅર્ટ કોરડર કહે છે કે નવો કેમેરો ખગોળ વિજ્ઞાાનમાં એક ક્રાંતિકારી પગલું સાબીત થશે. ચિલી દુનિયામાં અંતરિક્ષ સ્ટડીનું સૌથી મોટું સેન્ટર હોવાથી ચિલીને પણ ફાયદો થશે. દુનિયાના સૌથી શકિતશાળી ટેલીસ્કોપને પણ અહીં ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે. ચિલીનું આકાશ અવકાશ સંશોધન માટે દુનિયામાં સૌથી કલીન માનવામાં આવે છે.

ચિલીમાં ૩૨૦૦ મેગા પિકસલનો કેમેરો ઇનસ્ટોલ થશે.  હવે એક સાથે હજારો તારાઓ પર થઇ શકશે સંશોધન 3 - image

રુબિન ઓબ્ઝર્વેટરીમાં લાગતા કેમેરાનું પ્રથમ કામ સમગ્ર આકાશમાં દસ વર્ષ સુધી સમિક્ષા કરવાનું રહેશે. આ સમીક્ષાને લેગસી સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઇમ કહેવામાં આવે છે. વૈજ્ઞાાનિકોને આશા છે કે બે કરોડ આકાશ ગંગાઓ, ૧.૭ અબજ તારાઓ અને ૬૦ લાખ અન્ય પ્રકારના અંતરીક્ષ પિંડો અંગે પઁણ માહિતી મળતી રહેશે. આ સ્ટડીથી વૈજ્ઞાાનિકો આપણી આકાશગંગાનો પણ નકશો બનાવી શકશે, ડાર્ક મેટરનો ઉંડાણથી અભ્યાસ કરી શકશે.

નવા કેમેરાથી ૩૨૦૦ મેગા પિક્સલની તસ્વીરો લઇ શકાશે. મતલબ કે એ તસ્વીર સરેરાશ ટેલિવિઝન કરતા ૩૦૦ ગણી મોટી હશે.આ કેમેરો કેલિફોર્નિયામાં તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં જે શકિતશાળી કેમેરો કાર્યાન્વિત છે તેની ક્ષમતા ૮૭૦ મેગા પિકસલની છે જે જાપાન પાસે છે. વર્તમાન સમયમાં ચિલીમાં જે શકિતશાળી કેમેરો છે તે ૫૨૦ મેગા પિકસલનો છે જે કેરો ટોલોલો માઉન્ટેન પર લગાવાયો છે. ચિલીમાં સૌ પ્રથમ કેમેરો ૧૯૬૦માં લગાવાયો હતો જે માત્ર ૪૦ સેન્ટિમીટરનો હતો.



Google NewsGoogle News