Get The App

70 વર્ષના વૃદ્ધ અંતરિક્ષયાત્રી ધરતી પર પાછા ફર્યા, નાસાના ચોથા મિશન માટે 220 દિવસ વ્યતિત કર્યા અંતરિક્ષમાં

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
70 વર્ષના વૃદ્ધ અંતરિક્ષયાત્રી ધરતી પર પાછા ફર્યા, નાસાના ચોથા મિશન માટે 220 દિવસ વ્યતિત કર્યા અંતરિક્ષમાં 1 - image


70 Years Old Return to Earth From Space: અંતરિક્ષયાત્રી ડોન પેટિટ તેમના 70મા જન્મદિવસે અંતરિક્ષમાંથી ધરતી પર પાછા ફર્યા છે. ડોન પેટિટ નાસાના સૌથી વૃદ્ધ અને સક્રિય અંતરિક્ષયાત્રીઓમાંના એક છે. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 220 દિવસ સુધી નાસાના મિશન માટે રિસર્ચમાં વ્યસ્ત રહ્યા હતા. તેમના જન્મદિવસે ધરતી પર પાછા ફર્યાનું નિમિત્તે નાસાએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમ સાથે રશિયાના બે અન્ય અંતરિક્ષયાત્રીઓ પણ ધરતી પર પાછા ફર્યા હતા.

કઝાકિસ્તાનમાં થયું લેન્ડિંગ

ડોન પેટિટ 20 એપ્રિલે કઝાકિસ્તાનના ઝેઝ્કાઝગન વિસ્તારમાં તેમના કૅપ્સ્યુલમાં લેન્ડ થયા હતા. તેમ સાથે કૅપ્સ્યુલમાં રશિયાના અંતરિક્ષયાત્રીઓ, એક્સી ઓવિચિનિન અને ઇવાન વાયગનર પણ હાજર હતા. અંતરિક્ષ સ્ટેશનથી અનડોક થયાના લગભગ ત્રણ કલાક બાદ તેઓ કઝાકિસ્તાનના દક્ષિણ-પૂર્વમાં આવેલી મનમોહક જગ્યાએ ઉતર્યા હતા.

70 વર્ષના વૃદ્ધ અંતરિક્ષયાત્રી ધરતી પર પાછા ફર્યા, નાસાના ચોથા મિશન માટે 220 દિવસ વ્યતિત કર્યા અંતરિક્ષમાં 2 - image

3520 વાર કરી ધરતીની પરિક્રમા

ડોન પેટિટ અને તેમના સાથીઓએ આ મિશન દરમિયાન 3520 વાર ધરતીની પરિક્રમા કરી હતી અને 93 મિલિયન માઇલનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો. 70 વર્ષના પેટિટ માટે આ નાસાનું ચોથું મિશન હતું. તેમણે 29 વર્ષના તેમના લાંબા કારકિર્દીમાં કુલ 18 મહિના અવકાશમાં વિતાવ્યા છે. તેમ છતાં, લેન્ડિંગ પછી તેઓ સંપૂર્ણ સ્વસ્થ જોવા મળ્યા હતા.


સૌથી વૃદ્ધ અંતરિક્ષયાત્રા કોણે કરી છે? બીબીસીના અનુસાર, 70 વર્ષના ડોન પેટિટ અવકાશયાત્રા કરનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ નથી. 77 વર્ષની ઉંમરે જોન ગ્લેને 1998માં નાસાના મિશન માટે અવકાશમાં યાત્રા કરી હતી. તેમનું અવસાન 2016માં થયું હતું.

આ પણ વાંચો: મંગળ ગ્રહના પથ્થરોના ઇતિહાસ પરથી મળ્યાં જીવન માટેના સંકેત, જાણો વિગત

સુનિતા વિલિયમ્સની યાત્રા કરતાં નાની

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર થોડા સમય પહેલાં જ પૃથ્વી પર પાછા આવ્યા છે. તેઓ 9 મહિનાની લાંબી અંતરિક્ષ યાત્રા પર ગયા હતા. સુનિતા વિલિયમ્સનો મિશન અભ્યાસક્રમ પછી ફસાયો હતો, અને પૃથ્વી પર પાછા લાવવાનો સમય વધુ લાગ્યો. તેઓ 18 માર્ચે પૃથ્વી પર આવ્યા હતા, જ્યારે ડોન પેટિટ અને તેમની ટીમ 20 એપ્રિલે પૃથ્વી પર આવી હતી. તેમનું મિશન 7 મહિનાનું હતું.

Tags :