Get The App

ભારતીય મૂળના 58 વર્ષના એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સ ત્રીજી વાર અંતરિક્ષમાં ઉડાન ભરવા તૈયાર

સુનિતા અત્યાર સુધી અંતરિક્ષમાં કુલ ૩૨૨ દિવસ રહી ચુકી છે

૨૦૦૬માં ૪૧ વર્ષની ઉંમરે પ્રથમ વાર અંતરિક્ષમાં સ્પેસ વોક કર્યુ હતું

Updated: May 24th, 2024


Google NewsGoogle News
ભારતીય મૂળના 58 વર્ષના એસ્ટ્રોનટ  સુનિતા વિલિયમ્સ ત્રીજી વાર અંતરિક્ષમાં ઉડાન ભરવા તૈયાર 1 - image


વોશિંગ્ટન,૨૪ મે,૨૦૨૪,શુક્રવાર 

ભારતીય મૂળના 58 વર્ષના અવકાશયાત્રી મહિલા સુનિતા વિલિયમ્સ વધુ  એક વાર અંતરિક્ષની ઉડાણ ભરવા તૈયાર થયા છે. સુનીતા બોઇંગના સ્ટાર લાઇનર સ્પેસક્રાફટમાં અંતરિક્ષની સફર કરશે જેનું સંભવિત લોન્ચિંગ ૧ જુન થી ૫ જુન દરમિયાન થવાનું છે.  અગાઉ અંતરિક્ષ યાન લોંચ થવાનું હતું પરંતુ અંતરિક્ષયાનના પ્રોપલ્શેન સિસ્ટમમાં ખામી સર્જાતા ટેકનિકલ ખામી સર્જાતા લોન્ચિંગ મુલતવી રહયું હતું.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોઇંગ અને યુનાઇટેડ લોંચ અલાયન્સ મિશનના મેનેજર બોઇગ સ્ટાર લાઇનર અંતરિક્ષયાન લોન્ચિંગની સમીક્ષા કરી રહયા છે.  આ બોઇંગ ક્રુ ટેસ્ટ ફલાઇટ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે ઉડાણ ભરવાની છે. સુનિતા વિલિયમ્સની સાથે બૂચ વિલ્મોર પણ આંતરરાષ્ટ્રીય સ્ટેશને જશે. સ્પેસ એકસ અને બોઇંગ પોતાના અંતરિક્ષયાન નાસા સાથે સહયોગ સાધીને કોમર્શિયલ ક્રુ પ્રોગ્રામ હેઠળ તૈયાર કર્યા છે.

સુનિતા વિલિયમ્સ ૪૧ વર્ષની ઉંમરે વર્ષ ૨૦૦૬માં નાસાના એકસપેડિશન -૧૪ હેઠળ અંતરિક્ષમાં ગઇ હતી.સુનિતા વિલિયમ્સે એક નહી ચાર વાર સ્પેસવૉક કર્યુ હતું. વર્ષ ૨૦૧૨માં એકસપેડિશન-૩૩ મિશન અંર્તગત સુનિતા બીજીવાર અંતરિક્ષમાં ગઇ હતી. સુનિતા અત્યાર સુધી  અંતરિક્ષમાં કુલ ૩૨૨ દિવસ રહી ચુકી છે. ત્રીજી વાર તે નાસા સાથે કામ કરતી ખાનગી સ્પેસ કંપની બોઇંગના સ્ટાર લાઇન એરક્રાફટમાં અંતરિક્ષ જશે.


Google NewsGoogle News