Get The App

હવે મહાકાય બિલ્ડિંગોમાં જ એનર્જી સ્ટોર કરી શકાશે, પછી પાવર બેંકની જેમ કામ કરશે

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
હવે મહાકાય બિલ્ડિંગોમાં જ એનર્જી સ્ટોર કરી શકાશે, પછી પાવર બેંકની જેમ કામ કરશે 1 - image


3000 Feet Power Storage: વિશ્વની આગામી સૌથી ઊંચી બિલ્ડિંગ પાવર સ્ટોરેજની જેમ કામ કરે એવી બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આજે દુનિયામાં ઘણી ઊંચી બિલ્ડિંગો બનાવવામાં આવી છે. સ્કાય સ્ક્રેપર્સને હવે શહેર અથવા તો દેશના શાન બનાવવાની સાથે રિન્યુએબલ એનર્જીને સ્ટોર કરવા માટે પણ બનાવવામાં આવે એવું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

ક્લિન એનર્જીમાં ઘણી વાર પ્રોબ્લેમ આવી શકે છે. ઉદાહરણ તરીકે સોલર એનર્જીમાં ઘણી વાર વાદળ આવી જતા જરૂરી ઊર્જા ઉત્પન્ન નથી થઈ શકતી. તેમ જ પવનચક્કીથી ઉત્પન્ન કરવામાં આવતી વીજળીમાં પવન ન હોય ત્યારે મુશ્કેલી પડે છે. ઘણી વાર એવું પણ બને છે કે ક્ષમતા કરતાં વધુ તડકો પડે ત્યારે એનર્જી વેસ્ટ જાય છે. તેમ જ જરૂર કરતાં વધુ પવન હોય ત્યારે પણ એનર્જી વેસ્ટ જાય છે. આ કારણસર એનર્જીને સ્ટોર કરવી ઘણી વાર મુશ્કેલ બને છે.

આ પણ વાંચો: વીડિયો જોતા સૂવાની ટેવ છે? ટેન્શન લેવાની જરૂર નથી યૂટ્યુબ પર આવ્યું સ્લીપ ટાઇમર ફીચર

દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગો બનાવવા માટે જાણીતી કંપની સ્કિડમોર, ઓવિંગ્સ એન્ડ મેરિલે હાલમાં જ એનર્જી સ્ટોરેજ કંપની એનર્જી વોલ્ટ સાથે પાર્ટનરશિપ કરી છે. આ બંને કંપની મળીને સ્કાઇસ્ક્રેપરનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટી સ્ટોરેજ તરીકે કરવાના છે.

હવે મહાકાય બિલ્ડિંગોમાં જ એનર્જી સ્ટોર કરી શકાશે, પછી પાવર બેંકની જેમ કામ કરશે 2 - image

આ બિલ્ડિંગની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવશે કે એમાં ઇલેક્ટ્રિકથી ચાલતી એક મોટર ગ્રીડ હશે, જેમાં એનર્જી સ્ટોર કરવામાં આવશે. આ બ્લોક જરૂર હશે ત્યારે એમાંથી એનર્જી રિલીઝ કરશે અને એ ઇલેક્ટ્રિસિટીમાં કનવર્ટ થશે. આ ટેક્નોલોજીને ગ્રેવિટી એનર્જી સ્ટોરેજ ટેક્નોલોજી નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: એપલના AI ફીચરનો ઉપયોગ કરવો છે? ચૂકવવા પડી શકે છે મહિને 1500 રૂપિયા...

સ્કિડમોર, ઓવિંગ્સ એન્ડ મેરિલે ન્યુ યોર્કની વર્લ્ડ ટ્રેડ સેન્ટર, શિકાગોનું વિલિસ ટાવર અને દુબઈનું બુર્જ ખલિફા બનાવ્યું છે. 2700 ફૂટથી વધુની ઊંચાઈનું બુર્જ ખલિફા બનાવવાનો એક્સપિરિયન્સ હવે 3000 ફૂટથી ઊંચી બિલ્ડિંગમાં ઉપયોગ કરવામાં આવશે જેમાં એનર્જી સ્ટોરેજ પણ હશે.

દુનિયાભરના દેશોએ સો ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો હોય તો પાવર ગ્રીડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે જે જરૂર પડે ત્યારે એનર્જી પ્રોવાઇડ કરી શકે. લિથિયમ-આયન બેટરી ઇલેક્ટ્રિક કાર માટે ખૂબ જ જાણીતી છે. જોકે આ બેટરી લાંબા સમય માટે બેટરીને સ્ટોર નહીં કરી શકે. આ માટે પમ્પ સ્ટોરેજ હાઇડ્રોપાવરનો ઉપયોગ કરવામાં આવે છે જે રીન્યુએબલ એનર્જીને સ્ટોર કરવા માટે થાય છે. જોકે આ માટે ખૂબ જ મોટી જગ્યાની જરૂર પડે છે.

એનર્જી વોલ્ટ કંપનીએ હાલમાં જ ચીનમાં એક પ્રોજેક્ટ પૂરો કર્યો છે. આ એક કોમર્શિયલ બિલ્ડિંગ છે જેમાં એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે. આ બિલ્ડિંગની ઊંચાઈ 492 ફૂટ છે જે 100 મેગાવોટ્સ પ્રતિ કલાકની સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. જો કે આ બિલ્ડિંગમાં ટેનેન્ટ્સ માટે જગ્યા નથી.


Google NewsGoogle News