સરકારે 3.2 લાખ સિમ કાર્ડ અને 49,000 IMEI કર્યા બ્લોક, ભૂલથી પણ આ કામ ન કરશો
3 lakh sim cards blocked by government: કેન્દ્ર સરકારે 3.2 લાખ સિમ કાર્ડ (સબ્સ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ) બ્લોક કર્યા છે. મંગળવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ લોકસભામાં આ માહિતી આપી હતી કે સાયબર કૌભાંડો પર પકડ કડક કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે રોકાણ પ્રમોશન અને અન્ય પ્રકારના કૌભાંડો સાથે જોડાયેલી ઘણી ગેરકાયદેસર વેબસાઈટ મળી આવી છે. પોલીસે 3.2 લાખ સિમ કાર્ડ અને 49,000 IMEIની જાણ કરી, ત્યારબાદ સરકારે આ સિમ કાર્ડ્સને બ્લોક કરવાનો નિર્ણય કર્યો.
રાજ્ય દ્વારા થઇ હતી ફરિયાદ
ઇન્ડીયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (14C) હેઠળ કામ કરતી સિટીઝન ફાઇનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમને લગભગ 11.28 લાખ જેટલી ફરિયાદો મળી છે. આ ફરિયાદ સાયબર છેતરપિંડી સંબંધિત હતી અને વર્ષ 2023 માં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દાખલ કરવામાં આવી હતી.
સાયબર ફ્રોડ ફરિયાદ આ રીતે કરી શકાય
સાયબર ગુનાઓની જાણ કરવા માટે એક ઓનલાઈન પોર્ટલ નેશનલ સાયબર ક્રાઈમ (https://cybercrime.gov.in/) અસ્તિત્વમાં છે. અહીં તમે નાણાકીય છેતરપિંડી, મહિલાઓ/બાળકો સંબંધિત ગુનાઓ અને અન્ય સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાવી શકો છો. તેમજ આ સિવાય 1930 પર કોલ કરીને ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની ફરિયાદ નોંધાવી શકાય છે. આ નંબર પર કૉલ કરીને તમે તમારી વિગતો આપી શકો છો અને છેતરપિંડી વિશે જાણ કરી શકો છો.
ભૂલથી પણ આ કામ ન કરશો
જો તમારું સિમકાર્ડ અથવા મોબાઈલ કોઈપણ પ્રકારની સાયબર ક્રાઈમ પ્રવૃત્તિમાં સંડોવાયેલું જોવા મળે છે, તો તમારું સિમ કાર્ડ બ્લોક થવા ઉપરાંત, તમારે જેલ પણ જવું પડી શકે છે. આટલું જ નહીં, જો કોઈ અન્ય વ્યક્તિએ તમારા નામે સિમ ખરીદ્યું હોય અથવા તમે અન્ય કોઈને સિમ કાર્ડ વાપરવા માટે આપ્યું હોય, તો પછી ખાતરી કરો કે તે કયા હેતુ માટે તે નંબરનો ઉપયોગ કરે છે.