માનવ ઈતિહાસનું સૌથી ઉષ્ણ વર્ષ 2023 ટુકડે ટુકડે પ્રલય આવવાની ભીતિ છે

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
માનવ ઈતિહાસનું સૌથી ઉષ્ણ વર્ષ 2023 ટુકડે ટુકડે પ્રલય આવવાની ભીતિ છે 1 - image


- WMO પરિષદમાં ઉચ્ચારવામાં આવેલી ચેતવણી

- 'ગ્રીન-હાઉસ-ગેસ' વધી રહ્યા છે : સમુદ્રોનાં જલસ્તર ઉંચા જઈ રહ્યાં છે દ. ધ્રુવનો બરફ ઓગળી રહ્યો છે : એક્સટ્રીમ-વેધર તોળાઈ રહ્યું છે

નવી દિલ્હી : વિશ્વ-મોસમ-વિજ્ઞાન-સંગઠન (WMO) ની દુબઈમાં ચાલી રહેલી ‘‘COP-28'' ક્લાઈમેટ સમિટે ભયાવહ રીપોર્ટ રજૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શિખર પરિષદમાં ભાગ લઈ રહ્યાં છે.

આ પરિષદમાં 'વર્લ્ડ મીટીંગ ઓલોજિકલ ઓર્ગેનાઈઝેશન' (WMO)એ પ્રસિદ્ધ કરેલા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૨૩નું વર્ષ માનવ ઈતિહાસનું સૌથી ઉષ્ણ વર્ષ બની રહ્યું છે. તેને લીધે જ દુનિયાભરમાં જુદાં જુદાં સ્થળે પ્રાકૃતિક આપત્તિઓ આવી રહી છે. સમુદ્રોનાં જલસ્તરો વધી રહ્યાં છે. સમુદ્રોનાં ઉષ્ણતામાનો પણ વધતાં જાય છે. પ્રશ્ન તે છે કે આવું થાય છે શા માટે ?

એન્ટાર્ટિકા (દ.ધ્રુવ)નો બરફ ઝડપભેર ઓગળી રહ્યો છે. આવા અનેકવિધ પરિવર્તનો આવે છે. તેને પરિણામે અનેકવિધ આપત્તિઓ આવી રહી છે. વિશ્વ ઉપર 'એક્સટ્રીમ-વેધર-કંડીશન' તોળાઈ રહી છે.WMO એ સ્પષ્ટત: કહી દીધું છે કે ૨૦૨૩નું વર્ષ 'ઓન-રેકોર્ડ' સૌથી વધુ ગરમ રહ્યું છે. છેલ્લાં ૧૭૦ વર્ષમાં નોંધાયેલા ઉષ્ણાતામાનની સરેરાશ કરતાં પણ તેમાં નોંધાયેલાં સૌથી ઉંચા ઉષ્ણતામાનથી પણ ૧.૪૦ ડીગ્રી સેલ્શિયસ જેટલું ઉંચું ઉષ્ણતામાન રહ્યું છે.

આ પૂર્વે ૨૦૧૬ અને ૨૦૨૦નાં વર્ષો પણ ગરમ રહ્યાં હતાં, પરંતુ ૨૦૨૩નું વર્ષ તો ઉંચા ઉષ્ણતામાનની દ્રષ્ટિએ તેને પણ ટપી જઈ ઘણું જ તીવ્ર રહ્યું છે.

WMO

Google NewsGoogle News