Get The App

પૃથ્વી જેવી 17 દુનિયા, જ્યાં છે પાણીનું અસ્તિત્વ, NASAનો ખુલાસો

પૃથ્વીની જેમ 17 વધુ વિશ્વ મળી આવ્યા, જ્યાં છે પાણી જ પાણી, નાસાએ કરેલા અભ્યાસમાં મળ્યું જાણવા

અભ્યાસ મુજબ આ બધા જ ગ્રહો આપણા સૌરમંડળની બહાર, જ્યાં છે પાણીના મહાસાગરો, જેથી જીવનની શક્યતાઓ વધુ

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
પૃથ્વી જેવી 17 દુનિયા, જ્યાં છે પાણીનું અસ્તિત્વ, NASAનો ખુલાસો 1 - image


Nasa Reaserch about new Planets: નાસાએ ખુલાસો કર્યો છે કે પૃથ્વી જેવા અન્ય 17 ગ્રહ છે કે જ્યાં પાણી છે આથી કહી શકાય કે ત્યાં જીવન શક્ય છે. પરંતુ આ બધા જ ગ્રહ આપના સૌરમંડળથી બહાર છે. કેટલાક ગ્રહો પર બર્ફીલા મહાસાગરો છે. તો કેટલીક જગ્યાએ ગીઝર (Geysers) છે. તેમજ કેટલીક જગ્યાએ સપાટી પર તો ક્યાંક જમીનની સપાટીથી નીચે આવેલા છે.  

ગીઝર એટલે શું?

નાસાના વૈજ્ઞાનિકોએ આ ગ્રહો પર હાજર ગીઝરનો અભ્યાસ કર્યો છે. જમીનના આવા છિદ્રો જ્યાંથી પાણી ફુવારાની જેમ બહાર આવે તેને ગીઝર કહેવાય છે. જ્યારે પાણી ઠંડું થવાથી અથવા ઓગળવાને કારણે બર્ફીલા સમુદ્રની સપાટીની નીચે દબાણ વધે છે, ત્યારે તે ફુવારાઓની જેમ બહાર નીકળવાનું શરૂ કરે છે. કેટલીકવાર તેઓ કેટલાક સો મીટર ઊંચા હોય છે.

એક્સોપ્લેનેટ પર શોધે છે રહેવા યોગ્ય સ્થાન 

વિશ્વભરના વૈજ્ઞાનિકો સૌરમંડળની બહારના ગ્રહો એટલે કે એક્સોપ્લેનેટ પર રહેવા યોગ્ય સ્થાનો શોધી રહ્યા છે. આ ઝોન પાણીની અંદર અથવા જમીનની સપાટી પર હોઈ શકે છે. પરંતુ જીવન માટે સૌથી મહત્વની વસ્તુ પાણીની હાજરી છે. આ 17 ગ્રહો પર સમુદ્ર રૂપે પાણી હાજર છે. ગુરુનો ચંદ્ર યુરોપા અને શનિનો ચંદ્ર એન્સેલેડસ જેમાં ઉપગ્રહો પણ ખુબ જ ઠંડી સપાટી, બર્ફીલા સમુદ્રો તેમજ જમીનની નીચે સમુદ્ર ધરાવે છે. પરંતુ પાડોશી ગ્રહના ગુરુત્વાકર્ષણ ખેંચાણ અને નજીકના ગ્રહની ગરમીને કારણે પણ પીગળી જાય છે.

જૈવિક અણુઓ છે જીવનની ઉત્પત્તિ માટે જરૂરી 

જમીનની સપાટીની નીચે હાજર મહાસાગરોમાંથી એવી આશા છે કે તેમની અંદર જીવન હશે. એટલે કે આવા જૈવિક અણુઓ જે જીવનની ઉત્પત્તિ અને વૃદ્ધિ માટે જરૂરી છે. આ દરિયાની નીચેની સપાટી પર હાઇડ્રોથર્મલ વેન્ટ્સ છે, જ્યાંથી આ કાર્બનિક કણોને ઊર્જા અને પોષણ મળે છે. તેમજ બર્ફીલા મહાસાગરોને ગ્રહના આંતરિક ભાગમાંથી ગરમી મળે છે. 

આ 17 ગ્રહો શોધવા માટે કર્યા હજારો અભ્યાસ 

આંતરિક ગરમીના કારણે આ ગ્રહો પર ક્યારેક ક્રાયોવોલ્કેનિક વિસ્ફોટ થાય છે. એટલે કે બર્ફીલા જ્વાળામુખી ફાટી નીકળે છે. જેને આપણે ગીઝર તરીકે ઓળખીએ છીએ. વૈજ્ઞાનિકો દ્વારા આવા હજારો એક્સોપ્લેનેટનો અભ્યાસ કર્યા બાદ તેમના દ્વારા 17 ગ્રહ પર જીવનની શક્યતાઓ છે તેવું જાણવા મળ્યું હતું. 

પાણી , પ્રકાશ અને બરફ જીવનને ખીલવામાં કરી રહ્યા છે મદદ

આ 17 ગ્રહો પૃથ્વીના કદની આસપાસ છે. અહીં પૂરતો પ્રકાશ, પાણી અને બરફ છે. પથ્થરો છે. તેમની વાસ્તવિક રચના હજુ પણ નક્કી કરવામાં આવી રહી છે. પરંતુ આ તમામ ગ્રહો પૃથ્વી કરતાં ઠંડા છે. જે દર્શાવે છે કે સપાટીની ઉપર કે નીચે બર્ફીલો મહાસાગર છે. જે જીવનને ખીલવા દે છે.

પૃથ્વી જેવી 17 દુનિયા, જ્યાં છે પાણીનું અસ્તિત્વ, NASAનો ખુલાસો 2 - image


Google NewsGoogle News