ફોન માટે ખતરનાક છે 12 એપ્સ, તમારી જાણ બહાર ચોરી લેશે તમારા અંગત ફોટા અને ડેટા

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
ફોન માટે ખતરનાક છે 12 એપ્સ, તમારી જાણ બહાર ચોરી લેશે તમારા અંગત ફોટા અને ડેટા 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 02 જાન્યુઆરી 2024 મંગળવાર

કોઈ પણ ફોન માટે એપ્સ જરૂરી હોય છે કેમ કે અલગ-અલગ કામ માટે તેની જ જરૂર પડે છે પરંતુ ઘણી વખત અમુક એપ્સ આપણા માટે ખૂબ જોખમી હોય છે. એપ્સ આપણા ફોનના ડેટા માટે જોખમી છે. પ્લે સ્ટોર પર 12 એવી એપ્સ છે જે આપણા ફોનમાંથી ફોટા અને ડેટા ચોરી રહી છે. 

મેલવેરથી સંક્રમિત એપ્સ ફોનની એક્સેસિબિલિટી મેળવવા માટે સોશિયલ એન્જીનિયરિંગનો ઉપયોગ કરે છે જેનાથી ડિવાઈસના યૂઝરને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સર્વરની સાથે કંમ્યૂનેકેટ કરવાની પરવાનગી મળે છે.

આ દરમિયાન ભેજાબાજ ફોનમાં બીજુ પેલોડ ડાઉનલોડ કરી દે છે અને તેઓ ફોનનો સમગ્ર કંટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે. પછી તે યૂઝરની મરજી વિના જાહેરાત પર ક્લિક કરે છે, એપ ઈન્સ્ટોલ કરે છે. 

Essential Horoscope for Android

3D Skin Editor for PE Minecraft

Logo Maker Pro

Count Easy Calorie Calculator

Sound Volume Extender

LetterLink

Numerology: Personal horoscope & number predictions

Step Keeper: Easy Pedometer

Track Your Sleep

Numerology: Personal horoscope & number predictions

Astrological Navigator: Daily Horoscope & Tarot

Universal Calculator.

રિપોર્ટમાં જણાવાયુ છે કે આ એપ્સ લગભગ 3,27,000 ડિવાઈસને ટાર્ગેટ કરી રહી છે. આ એપ્સમાં 3 એવી એપ્સ છે જેને 1,00,000 લોકોએ ડાઉનલોડ કરી છે. કંપનીએ આકરો મત વ્યક્ત કર્યો છે કે આ એપ્સને તાત્કાલિક ફોનમાંથી ડિલીટ કરી દેવી જોઈએ. 


Google NewsGoogle News