Get The App

એલર્ટ ! સાઇબર ઠગ 10 રીતે લૂંટવાના તરકટ રચી રહ્યાં છે, જાણી લો ફટાફટ નહીંતર ફસાઈ જશો!

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
એલર્ટ ! સાઇબર ઠગ 10 રીતે લૂંટવાના તરકટ રચી રહ્યાં છે, જાણી લો ફટાફટ નહીંતર ફસાઈ જશો! 1 - image


Image: Freepik

Cyber Fraud: આજકાલ સાઈબર ફ્રોડના નવા-નવા કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન ડિજિટલ અરેસ્ટના મામલા પણ વધ્યા છે, જે બાદ વિક્ટિમનું બેન્ક એકાઉન્ટ પણ ખાલી કરી દેવામાં આવે છે.

સરકારી એજન્સીઓ એલર્ટ કરે છે

RBI સહિત ઘણી સરકારી એજન્સીઓ અને બેન્ક, સાઈબર ફ્રોડથી બચાવ માટે જરૂરી એડવાઈઝરી જારી કરે છે. તે સાઈબર ફ્રોડથી સાવધાન અને સેફ્ટી ટિપ્સ વિશે પણ જણાવે છે.

આટલા લાખ ફરિયાદ નોંધાઈ

જાન્યુઆરીથી મે 2024 સુધી લગભગ 9.5 લાખ ફરિયાદ નોંધાઈ છે, જે નેશનલ સાઈબર ક્રાઈમ પોર્ટલ પર રજિસ્ટર્ડ છે. આ જાણકારી ETથી મળી છે.

સાઈબર ફ્રોડની આ છે રીત

ગત એક વર્ષ દરમિયાન થનારી સાઈબર ફ્રોડની રિપોર્ટ્સ પર ધ્યાન આપીએ તો અહીં 10 એવી રીત નજર આવી છે, જેની મદદથી સૌથી વધુ લોકોને શિકાર બનાવાયા છે. 

ફેક TRAI ઓફિસર

સાઈબર ફ્રોડ ફેક TRAI ઓફિસર બનીને કોલ કરે છે. તે બાદ તે તમારા સિમ કાર્ડને લઈને વાત કરે છે. તમારી આઈડી પર જારી કરવામાં આવેલા અન્ય નંબર વિશે જણાવે છે. પછી મની લોન્ડરિંગ અને ડ્રગ્સ જેવા કેસમાં સામેલ જણાવે છે. 

ડિજિટલ અરેસ્ટ સ્કેમ

ડિજિટલ અરેસ્ટ સ્કેમનો શિકાર ઘણા લોકો થઈ રહ્યાં છે. આ કેસમાં ઘણા લોકોને ઘરમાં જ કેમેરાની સામે રહેવા માટે કહેવામાં આવે છે. એક મહિલાને 10 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવી. અંતમાં બેન્ક ખાતું ખાલી કરી દે છે.

ફેમિલી મેમ્બર અરેસ્ટ

સાઈબર ફ્રોડ તમારા કોઈ સગાવ્હાલા કે ભાઈ-બહેનની ધરપકડ અંગે ખોટું બોલે છે. તે બાદ વિક્ટિમની ગભરામણનો ફાયદો ઉઠાવે છે અને તેને છોડવાના બદલે રૂપિયા માગે છે. દરમિયાન તે બેન્ક ખાતું ખાલી કરાવે છે.

ફેક ઓનલાઈન ટ્રેડિંગથી

તાજેતરમાં જ વૃદ્ધ સહિત ઘણા લોકોને ફેક ટ્રેડિંગ સ્કેમથી શિકાર બનાવવામાં આવી રહ્યાં છે. પહેલા હાઈ રિટર્ન કે નાની-મોટી રકમ આપીને વિશ્વાસ જીતવામાં આવે છે. તે બાદ મોટી રકમ ઈન્વેસ્ટ કરાવી લે છે.

પાર્ટ ટાઈમ જોબ સ્કેમ

વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ કે અન્ય મેસેજિંગ એપ દ્વારા અજાણ્યા નંબરથી મેસેજ આવે છે. જેમાં સિમ્પલ ટાસ્ટ આપવામાં આવે છે જેમ કે પેજ, ફોટો કે વીડિયો લાઈક કરવો.

પછી રોકાણ કરાવે છે

ફેક પાર્ટ ટાઈમ જોબ સ્કેમમાં વિક્ટિમને 50 રૂપિયાની પેમેન્ટ રિસીવ થાય છે. તે બાદ વિક્ટિમની લાલચનો ફાયદો ઉઠાવે છે અને બેન્ક ખાતામાંથી રૂપિયા કાઢી લેવામાં આવે છે.

ફેક કસ્ટમ સ્કેમ્સ

ફેક કસ્ટમ સ્કેમ્સ કે પાર્સલ સ્કેમમાં લોકોને ફોન કોલ પર એક નકલી પાર્સલ વિશે જણાવવામાં આવે છે. સાઈબર ફ્રોડ ફેક CBI, પોલીસ કે કસ્ટમ ઓફિસર બનીને કોલ કરે છે.

નકલી મની ટ્રાન્સફર

ફેક મની ટ્રાન્સફર જેવા કેસમાં ઘણી વખત વિક્ટિમથી કહેવામાં આવે છે કે ભૂલથી તમને રૂપિયા ટ્રાન્સફર કરી દેવાયા છે, પ્લીઝ તેને પાછા આપી દો. આ માટે સાઈબર ફ્રોડ ઘણી રીત અપનાવે છે.


Google NewsGoogle News