Googleની સર્જિકલ સ્ટ્રાઈક! Play Storeમાંથી Naukri.com અને Shaadi.com સહિત 10 એપ હટાવવામાં આવશે

- ભારતીય સ્ટાર્ટઅપ અને ગૂગલ વચ્ચે સર્વિસ ફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
Googleની સર્જિકલ સ્ટ્રાઈક! Play Storeમાંથી Naukri.com અને Shaadi.com સહિત 10 એપ હટાવવામાં આવશે 1 - image


નવી દિલ્હી, તા. 02 માર્ચ 2024, શનિવાર

Google Play Store Billing Issue:  ગૂગલ પ્લે સ્ટોરનો બિલિંગનો મુદ્દો ફરી એક વખત ગરમાયો છે. અમેરિકી પ્લે સ્ટોર કંપનીએ બિલ પેમેન્ટ ન કરનારા એપ ડેવલપર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું મન બનાવી લીધુ છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી 10 ભારતીય કંપનીઓની એપ્સને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. તેમાં Naukri.com, Shaadi.com, 99 acres.com જેવી લોકપ્રિય એપ્સના નામ સામેલ છે. સર્ચ એન્જિન કંપનીનું કહેવું છે કે આ એપ ડેવલપર્સે તેમની ગાઈડલાઈનનું પાલન નથી કર્યું તેથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગૂગલે ગૂગલ પ્લે સ્ટોરની પેમેન્ટ પોલિસીને અપડેટ કરી છે. આ ભારતીય કંપનીઓએ પ્લે સ્ટોરની સર્વિસ ફી નું પેમેન્ટ નથી કર્યું. મીડિયા અહેવાલ પ્રમાણે આ કારણોસર નારાજ ગૂગલ પોતાના પ્લે સ્ટોરમાંથી 10 ભારતીય એપ્સને હટાવી રહ્યું છે. આ કંપનીઓ ગૂગલને સર્વિસ ફી ચૂકવવામાં સતત નિષ્ફળ રહી છે. 

Google Play Storeમાંથી હટાવવામાં આવશે આ એપ્સ

ગૂગલ પ્લે સ્ટોર પરથી જે 10 એપ્સને દૂર કરશે તેમાં Shaadi.com, Quack Quack, Stage, InfoEdge ની માલિકીની એપ જેવી કે, Naukri.com અને 99 acres.com જેવા નામ સામેલ છે. ભારતીય સ્ટાર્ટઅપ અને ગૂગલ વચ્ચે સર્વિસ ફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સ્ટાર્ટઅપનું કહેવું છે કે ગૂગલની સર્વિસ ફી ઘણી વધારે છે.

ગૂગલની વધુ ફી નો વિરોધ

ઈન-એપ પર્ચેજ અને પ્લે સ્ટોરમાંથી એપ્સ ડાઉનલોડ કરવા પર ગૂગલ 26% સુધીની સર્વિસ ફી કાપે છે જેનો સ્ટાર્ટઅપ્સ વિરોધ કરે છે. ગૂગલે પેમેન્ટ પોલિસી હેઠળ પોતાના બ્લોગ પોસ્ટમાં એપ્લિકેશનને હટાવવાની વાત કન્ફર્મ કરી છે. જોકે, કંપનીએ બ્લોગ પોસ્ટમાં કોઈ કંપનીનું નામ નથી લીધું.

3 વર્ષનો સમય આપ્યો

ગૂગલે બ્લોગ પોસ્ટમાં કહ્યું કે આ કંપનીઓને ત્રણ વર્ષ અને સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ ત્રણ અઠવાડિયાનો સમય આપ્યા બાદ અમે જરૂરી કાર્યવાહી કરી છે. 


Google NewsGoogle News