સીએમસીઆરઆઈની હોસ્ટેલમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
- હોસ્ટેલની રૂમમાં યુવાને પગલું ભર્યું
- મધ્યપ્રદેશના સ્તાનાનો યુવાન પીએંચડી કરવા માટે આવ્યો હતો
ભાવનગર : ભાવનગરના વાઘાવાડી રોડ, સકટ હાઉસ પાસે આવેલ સેન્ટ્રલ સોલ્ટની હોસ્ટેલમાં પિએચડી કરવા માટે આવેલા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પોલીસ કાફલો હોસ્ટેલ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર મધ્યપ્રદેશના સ્તાનાના વતની અનુરાગ ગણેશભાઈ તિવારી ( ઉં.વ. ૨૭ ) સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં પીએચડી કરવા માટે આવ્યા હતા.અને બે દિવસ પહેલાં સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની હોસ્ટેલમાં રહેવાં માટે આવ્યા હતા.દરમિયાનમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમાં ગાળા ફાંસો ખાઈ લેતા સ્થળ પરજ મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.