લારીએ છાસ પહેલા મળવા બાબતે યુવાન ઉપર હુમલો
એજી ચોક પાસે આવેલા હોકર્સ ઝોનની ઘટના
સ્થળ પરથી મળેલા મોબાઇલ ફોનના આધારે એક આરોપી એમજી હોસ્ટેલમાં રહેતો હોવાની માહિતી બહાર આવી
ફરિયાદમાં રવિભાઈએ જણાવ્યું છે કે ગઇકાલે બપોરે એજી ચોક
પાસે હોકર્સ ઝોનમાં આવેલી લારીમાં જમવા ગયો હતો. તે વખતે તેનાથી દૂર ટેબલ ઉપર
છ-સાત જણાનું ગુ્રપ જમવા આવ્યું હતું. જેમણે છાસનો ઓર્ડર કર્યો હતો. આ પછી તેણે પણ
છાસનો ઓર્ડર કર્યો હતો.
જેમાંથી તેને પહેલા છાસ મળતાં દૂર ટેબલ પર બેઠેલા ગુ્રપના
એક માણસે તેની સામે જોઇ ગાળો ભાંડવાનું શરૃ કર્યું હતું. સાથોસાથ કહ્યું કે તને
કેમ પહેલા જમવાનું આપે છે,
તારા કરતાં પહેલા અમે આવ્યા છીએ,
જેથી પહેલા અમને આપવું જોઇએ. તેણે ગાળાગાળી કરવાની ના પાડતા તે શખ્સે ઉશ્કેરાઇ
જઇ તેને તમાચો ઝીંકી દીધો હતો.
ત્યાર પછી બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. તે વખતે તે શખ્સે
પ્લાસ્ટિકની ખુરશી તેના માથાના ભાગે ઝીંકી દેતા ચક્કર આવી ગયા હતા. એવામાં બીજા
ત્રણ શખ્સો પણ ત્યાં આવી ગયા હતા અને તેની ઉપર પીવીસીના પાઇપ વડે હુમલો કરી દીધો
હતો. તે જીવ બચાવી ભાગવા જતાં એક શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી
હતી. સાથોસાથ છરી મારવાની કોશિષ કરતાં તેનો શર્ટ ફાટી ગયો હતો.
દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં ચારેય શખ્સો ભાગી ગયા હતા.
આ પછી તેણે પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કર્યો હતો. ૧૦૮ બોલાવી તેમાં સિવિલમાં સારવાર
લીધી હતી. જ્યાં તબીબે જમણો હાથ ઉતરી ગયાનું જણાવ્યું હતું. શરીરે મૂંઢ ઇજાઓ અને
છોલછાલ પણ થઇ હતી. એક શખ્સનો મોબાઇલ ફોન સ્થળ પરથી મળ્યો હતો. જેના પરથી તેનું નામ
ગૌતમ સોલંકી હોવાનું અને એમ.જી. હોસ્ટેલમાં રહેતો હોવાનું માલુમ પડયુ ંહતું.જેથી
તેના અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.