મોરબી નજીક શ્રમિક યુવાનને છરીનાં ઘા ઝીંકીને હત્યા
હરીપર - કેરાળા ગામ પાસેનાં સિરામિક એકમની ઘટના
અગમ્ય કારણોસર કોઇ ઇસમે પેટ, છાતી અને પડખામાં છરીનાં ત્રણ ઘા ઝીંકી દેતાં મોત, પોલીસ તપાસ શરૃ
મૂળ રાજસ્થાનના વતની અને હાલ જાંબુડિયા ગામની સીમમાં આવેલ
સીયારામ વિટ્રીફાઈડ કંપનીમાં રહેતા કોન્ટ્રાકટર કરનસિંહ પ્રથવીસિંહ નાયકે અજાણ્યા
ઇસમ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત તા.૨૨ના રોજ
રાત્રીના ફોન આવ્યો, જેમાં
તેના ભાઈ ઓમપ્રકાશના કોન્ટ્રાકટમાં કામ કરતા રાયશીંગ બનવારીએ જણાવ્યું હતું કે
હરીપર કેરાલા ગામ નજીક આવેલ આઇકોલક્ષ કારખાના બહાર કેન્ટીન પાસે રસ્તા પર સાથે કામ
કરતા ધર્મેન્દ્રસિંગને કોઈએ પેટમાં ચાકુ મારી દીધા છે. જેને એમ્બ્યુલન્સમાં મોરબી
સરકારી હોસ્પિટલ લઇ જતા હોવાની માહિતી આપી હતી. હોસ્પિટલ પહોંચી જોતા
ધર્મેન્દ્રસિંગને શરીરે પેટના ભાગે,
છાતીના ભાગે અને પડખામાં ચાકુ જેવા હથિયારના ઘા મારેલ હતા અને ડોકટરે જોઈ
તપાસીને ધર્મેન્દ્રસિંગને મૃત જાહેર કર્યા હતા.
આમ ફરિયાદીના ભાઈ ઓમપ્રકાશ બનજારાના કોન્ટ્રાકટ હેઠળ હરીપર
કેરાળા ગામની સીમમાં આવેલ આઇકોલેક્ષ કારખાનામાં મજુરી કરતા ધર્મેન્દ્રસિંગ
લક્ષ્મણસિંગ (ઉ.વ.૩૨, રહે. મૂળ
ઉત્તરપ્રદેશ)ને કોઈ અજાણ્યા ઇસમે કારખાના બહાર રસ્તા પર ગત તા. ૨૨-૧૧ના રોજ
રાત્રીના સુમારે કોઈ કારણોસર ચાકુના ત્રણેક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મોત
નીપજાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.