Get The App

મકાન પડી જવાની ચિંતામાં વેરાવળમાં મહિલાનો આપઘાત

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
મકાન પડી જવાની ચિંતામાં વેરાવળમાં મહિલાનો આપઘાત 1 - image


રિંગ રોડ પરના મફતીયાપરાનો બનાવ

ઝૂંપડીપટ્ટી ખાલી કરવાની નગરપાલિકાએ નોટિસ આપતા ચિંતામાં ગળાફાંસો ખાધો

વેરાવળ :  વેરાવળના રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલ પાસે રોડની બન્ને સાઇડ આવેલા મફતીયાપરામાં ઝૂંપડા બાંધી લોકો રહે છે. આ ઝૂંપડપટ્ટી ખાલી કરવાની નગરપાલિકો નોટિસ આપતા ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાએ મકાન પડી જવાની ચિંતામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરતા અરેરાટી વ્યાપી છે.

વેરાવળના રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલની બાજુમાં વર્ષોથી રોડની બન્ને બાજુ કાચા ઝુંપડા બાંધી લોકો રહે છે. મફતીયાપરા તરીકે ઓળખાતી આ ઝૂંપડપટ્ટી ખાલી કરવા નગરપાલિકાએ નોટિસ આપી છે. તેથી આ ઝુંપડપટ્ટીમાં રહેતા માયાબેન અડપલ (ઉ.વ. ૪૨)ને ઘર પડી જશે. તો ક્યાં રહેવા જશું તેની ચિંતા થઇ પડતા આઘાતમાં ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી છે. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News