Get The App

બોટાદ-કારિયાણી રોડ પર અકસ્માતમાં મહિલાનું મોત

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
બોટાદ-કારિયાણી રોડ પર અકસ્માતમાં મહિલાનું મોત 1 - image


વાડીએ જઈ રહેલી મહિલાને કારે અડફેટે લીધી

બુધવારે બપોરના સમયે અકસ્માત સર્જનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો

ભાવનગર: બોટાદ-કારિયાણી રોડ પર ગઈકાલે બપોરના સમયે વાડીએ ખેત મજુરીના કામ અર્થે જઈ રહેલી એક મહિલાના કાર અડફેટે લેતા મહિલા ફંગોળાઈને કાટાવાળી ફેન્સિંગની વાડમાં પડતા ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું. જે અંગે બોટાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

મૂળ નસવાડીના વતની અને હાલ બોટાદના જમરાળા ખાતે ખેતમજુરી કામ કરતા અશોકભાઈ ઉર્ફે નાનજી કાંતિભાઈ તડવીએ બોટાદ ગ્રામ્ય પોલીસ મથકમાં જીજે-૧૮-બીપી-૦૧૪૦ નંબરની કારના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બહેન શારદાબેન (ઉ.વ.૩૫) ગઈકાલે બપોરે ૩.૩૦ કલાકના અરસામાં જમરાળા કેરિયાણી રોડ પર આવેલી તેમના શેઠની બીજી વાડીએ જતા હતા ત્યારે ઉક્ત નંબરની કારના ચાલકે કાર પુરપાટ અને બેફિકરાઈથી ચલાવી રોંગ-વેમાં આવી તેમના બહેનને અડફેટે લેતા તેઓ ફંગોળાઈને કાટાવાળી ફેન્સિંગમાં પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. જે અંગે બોટાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News