Get The App

તીર્થનગરી પાલિતાણામાં તા.૨૬મીએ 6 ગાઉની યાત્રા યોજાશે કે નહી ?

- તંત્રવાહકો સ્પષ્ટ નિર્દેશ જાહેર કરે તેવી શ્રધ્ધાળુઓમાં માંગ

- ફકત સાધુ,સાધ્વીજી ભગવંતો તેમજ વિવિધ સંઘના મર્યાદિત વ્યકિતઓેને મંજુરી અપાય તો મહત્વ જળવાઈ રહે

Updated: Mar 13th, 2021


Google NewsGoogle News
તીર્થનગરી પાલિતાણામાં તા.૨૬મીએ 6 ગાઉની યાત્રા યોજાશે કે નહી ? 1 - image


ભાવનગર : તીર્થનગરી પાલિતાણા ખાતે દર વર્ષે યોજાતી ફાગણ સુદ તેરસની છ ગાઉની યાત્રા સામે હાલ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. સરકાર તરફથી હાલ કોરોનાની મહામારીની લહેર ફરી દેશના અમુક રાજયના અમુક શહેરોમાં જોવા મળી રહી છે ત્યારે છ ગાઉની તૈયારી પેઢી દ્વારા કરાઈ રહી છે. 

પાલિતાણા તીર્થમાં દર વર્ષે યોજાતી છ ગાઉની યાત્રામાં ૯૭ થી વધુ પાલભકિતનો ધર્મલાભ સંઘ,શ્રેષ્ઠીને મળતો હતો.પરંતુ આ વર્ષે પેઢી દ્વારા છ ગાઉની માર્ગદર્શિકા બહાર પાડી ફકત એક જ શેઠ આ.ક.પેઢી દ્વારા સાધર્મિક ભકિતનો પાલ થશે.આ યાત્રા વેળા હજજારોની મેદની એકઠી થતી હોય ત્યારે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમજ હેન્ડ સેનેટાઈઝીંગ સહિતની સરકારી ગાઈડલાઈનનો ઉપયોગ કરવો ત્યારે શકય છે ખરા ?હવે સરકાર તરફથી તાત્કાલિક આ અંગે  છ ગાઉની યાત્રા યાત્રિકો કરી શકશે કે નહિ તેનો સ્પષ્ટ નિર્દેશ કરે તેવુ યાત્રિકો અને સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.હાલ સરકારના પરિપત્ર તરફ ધર્મશાળાઓ, સ્થાનિક વેપારીઓ તેમજ પેઢીની મીટ મંડાઈ રહી છે. ત્યારે જો સરકાર સામુહિક તેરસની મંજુરી ના આપે તો ફકત છ ગાઉની યાત્રાનું અનેરૂ મહત્વ છે ત્યારે ફકત સાધુ,સાધ્વીજી ભગવંતો તેમજ વિવિધ સંઘના ૨૦૦ વ્યકિતઓને છ ગાઉની પરિક્રમા માટેની મંજુરી આપે તો ફાગણ સુદ ૧૩ નું મહત્વ જળવાઈ રહે ત્યારે હવે સરકારે પોતાનો સ્પષ્ટ નિર્દેશ જાહેર કરે તેવી શ્રધ્ધાળુઓમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.


Google NewsGoogle News