પાઇપલાઇનમાં ફોલ્ટને લીધે ગોસા (ઘેડ) ગામે પાણીની તંગી
ડેમોમાં છલોછલ પાણી પરંતુ
મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો પણ કામગીરીના અભાવે લોકો હેરાન
ઘેડ-૨/૩ જૂથ યોજના તળે હાલ નર્મદા ડેમમાંથી ડાયરેક્ટ સીવાના
પાટીયાએ બનાવેલ ફીલ્ટર પ્લાન્ટમાં પાણી આવે છે. અને ત્યાંથી રામગઢ ગામે બનાવેલ ૫૦
લાખ લીટરના ક્ષમતાવાળા ફીલ્ટર પ્લાન્ટમાંથી તે પાણી આવે છે. ત્યાંથી મોકર, બાપોદર, કેરાળા, પાદરડી વગેરે
ગામોની સીમ વિસ્તારની જમીનમાં અંડર ગ્રાઉન્ડ લોખંડની પાઇપ લાઇન કેશોદ (લુશાળા) ઘેડ
૨/૩ જૂથ યોજનાના હેડ કવાર્ટર સુધી નાખીને પાણી આપવામાં આવે છે. ત્યાંથી ગોસા (ઘેડ)
સહિતના ગામોને પાણી સપ્લાય કરાય છે.
ત્યારે આ પાઇપ લાઇનમાં કોઇ ભંગાણ યા તુટફાટ થાય યા કોઇ
કારણોસર ઘેડના ગામોની આ યોજના તળે પાણી ના મળે તો તેના મેન્ટેશન માટે પાણી પુરવઠા
દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. અને તે કોન્ટ્રાક્ટ અમદાવાદની એજન્સીને આપેલ
છે. પરંતુ આ એજન્સી દ્વારા કોઇ દરકાર લેવામાં ન આવતાં અને તેઓ દ્વારા કોન્ટ્રાક્ટ
બેઇઝથી રાખવામાં આવેલ માણસોને પણ છેલ્લા ૩ માસનો પગાર ન આપતા અને નવાગામ રાજપરની
બાજુમાં પાઇપ લાઇનમાં ફોલ્ટ થતા તેને રિપેર ન કરતા ગોસા (ઘેડ) સહિતના ગામોને છતે
પાણીએ શિયાળામાં પીવાના પાણીના કૃત્રિમ ધાંધીયા સર્જાયા છે. તાકિદે યોગ્ય કરવા
માંગ ઉઠી છે.