શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી, 15 દરવાજા ખોલાયા
- અમરેલીના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદથી
- ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ 1૦૦ ટકા ભરાયેલો, હાલ 2400 ક્યૂસેક ઈન અને આઉટ ફ્લો શરૂ
ભાવનગર : અમરેલી જિલ્લાના લાઠી-લિલિયા પંથકમાં ગઈ કાલે પડેલા વરસાદના કારણે આજે સાંજે ભાવનગરની જીવાદોરી એેવા શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમ ૧૦૦ ટકા ભરાયેલો હોવાથી ડેમના ૧૫ દરવાજા દોઢ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાં ૨૪૦૦ ક્યૂસેક ઈન અને આઉટ ફ્લો શરૂ છે.
ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી, લિલિયા સહિતના પંથકમાં પડેલા વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીના આવકનો પ્રવાહ વધ્યો છે. આજે સવાર ૭.૩૦ કલાકની સ્થિતિએ શેત્રુંજી ડેમના ૧૦ દરવાજા ૧ ફુટ સુધી ખુલેલા હતા અને ડેમમાં ૯૦૦ ક્યૂસેક ઈન અને આઉટ ફ્લો પાણીનો પ્રવાહ શરૂ હતો. જે પ્રવાહ સાંજે ૭.૩૦ કલાક સુધી વધીને ૨૪૦૦ ક્યૂસેક ઈન અને આઉટ ફ્લો થતાં ડેમના ૧૫ દરવાજા દોઢ ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. ભાવનગરની જીવાદોરી એવો શેત્રુંજી ડેમ ૩૪૬.૪૮ મિલિયન ઘન મીટર પાણીના સંગ્રહ સાથે હાલ ૧૦૦ ટકા ભરાયેલો છે અને ડેમમાં સિઝનનો કુલ ૨૬ ઈંચ વરસાદ નોંધાયો છે.