Get The App

અમદાવાદથી પરિવાર વતન ઝીંઝર પિતૃશ્રાદ્ધ પ્રસંગે આવી રહ્યો હતો અને કાળે કેડો કાપ્યો

Updated: Sep 17th, 2022


Google News
Google News
અમદાવાદથી પરિવાર વતન ઝીંઝર પિતૃશ્રાદ્ધ પ્રસંગે આવી રહ્યો હતો અને કાળે કેડો કાપ્યો 1 - image


- વખતપરના પાટીયા પાસે ટ્રક સાથે સ્વિફટનો અકસ્માત સર્જાતા એક જ પરિવારના 5 સભ્યના મોત નિપજ્યા હતા

- રાજકોટ પંથકના ઉપલેટાના ચાલકને પોલીસે પકડી પાડયો, મૃતક યુવાન અમદાવાદમાં ઈલેક્ટ્રીકની દુકાન ધરાવતા હતા

ભાવનગર : અમદાવાદથી પરિવાર સ્વિફટ કાર લઈ પોતાના વતન ઝીંઝર ગામ આવવા નિકળ્યો હતો. તે વેળાએ ધંધુકાના વખતપરના પાટીયા પાસે ટ્રકના ચાલકે સ્વિફટને અડફેટે લઈ અકસ્માત સર્જતા એક જ પરિવારના પાંચ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. જેને લઈ ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. દરમિયાન પોલીસે દોડી આવી રાજકોટ પંથકના ઉપલેટાના ટ્રક ચાલકને ઝડપી પાડી ટ્રક કબજે લીધો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના વતની અને અમદાવાદમાં ઈલેક્ટ્રીકની દુકાન ધરાવતા વેપારી રાજેન્દ્રસિંહ કરણસિંહ ચુડાસમા (ઉ.વ. ૪૩) ગઈકાલે સાંજના તેઓના ભાગીદાર મિત્ર મુનાભાઈ પટેલની સ્વિફટ ગાડી નંબર જીજે. ૦૧. આરડી-૨૪૦૪ લઈને ગઈકાલે સાંજના ૫.૩૦ કલાકે અમદાવાદથી પોતાના વતન ઝીંઝર ગામે પિતાના શ્રાદ્ધ હોવાથી તેમના પત્ની હેતલબા (ઉ.વ. ૪૦), માતા દ્ધુપદબા (ઉ.વ. ૭૨) બે બાળકો વિરાજબા અને દિકરો હર્ષવર્ધનસિંહ સાથે આવી રહ્યા હતા. તે વેળાએ ધંધુકા તાલુકાના વખતપરના પાટીયા પાસે રાત્રીના ૮.૩૦ કલાકના અરસામાં પહોંચતા સામેથી આવી રહેલ ટ્રક નંબર જીજે. ૨૩-વી-૬૧૭૧ના ચાલક રાજેશ નાથાભાઈ કરંગીયા (રે, સહજાનંદનગર, ઉપલેટા જિ. રાજકોટ)એ પોતાનો કબજાનો ટ્રક પુરઝડપે અને બેફિકરાઈ પુર્વક ચલાવી સ્વિફટ કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા રાજેન્દ્રસિંહ, તેમના પત્ની હેતલબા, માતા દ્ધુપદબા, બે બાળકો વિરાજબા અને હર્ષવર્ધનસિંહને ગંભીર ઈજા પહોંચતા તમામના ઘટના સ્થળ પર મોત નિપજવા પામ્યા હતા.

ઉક્ત ગોજારી દુર્ધટનાને લઈ ભારે અરેરાટી સાથે આક્રદ છવાઈ જવા પામ્યો હતો. જ્યારે બનાવને લઈ પોલીસે સ્થળ પર દોડી આવી ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી હતી. ઉક્ત બનાવ અનુસંધાને મૃતક રાજેન્દ્રસિંહના ભાઈ નરેન્દ્રસિંહ કરણસિંહ ચુડાસમા (રે. ઝીંઝર તા. ધંધુકા)એ ફરીયાદ આપતા ધંધુકા પોલીસે ટ્રક ચાલક સામે આઈપીસી. ૨૭૯, ૩૦૪(એ), મોટર વાહન અધિનિયમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
ZinjarPitrushradh-and-cutkado-in-the-evening

Google News
Google News