વલ્લભીપુર નગરપાલિકા તંત્રના પાપે વોર્ડ નં. 4, 5, 6 ગંદકીમાં ગરકાવ
- પાલિકાની બેધારી નીતિ સામે રોષ
- પાલિકા સત્તાવાહકો કોન્ટ્રાક્ટમાં જેટલું ધ્યાન આપે છે તેટલું ધ્યાન પ્રા. સુવિધામાં આપતા નથી
વલ્લભીપુરમાં લાંબા સમયથી નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા પુરી પાડતા ન હોય અને ખાસ કરી સફાઇ બાબતોને લઇ પાલિકા પ્રમુખના ઘર પાસે ખુબ મોટા ગંદકીના ઢગલાઓ થવા પામ્યા છે તેવી રીતે વલ્લભીપુરના વોર્ડ નં.૪, ૫ અને ૬માં સફાઇ થતી નથી અને વલ્લભીપુરના વોર્ડ નં.૧, ૨ અને ૩માં રાબેતા મુજબ સફાઇ થવા પામે છે તો આ વોર્ડ નં.૪, ૫ અને ૬માં કેમ સફાઇ નથી થતી ? શું આ વિસ્તારના લોકો પાલિકા હદ વિસ્તારમાં નથી ? શું આ લોકો વેરો નથી ભરતા ? આ વિસ્તારના લોકોને પાલિકાના સત્તાધિશોના પાપે યોગ્ય સુવિધા મળતી નથી. મળતી માહિતી મુજબ અમુક લાખો રૂપિયાના રોડના કામો ઓનલાઇન આપવાના બદલે પાલિકાના સત્તાધિશોએ એમના માનીતા કોન્ટ્રાક્ટરને ઓફલાઇન અથવા એજન્સીને વર્કઓર્ડર મળ્યા વગર અમુક રોડ એડવાન્સમાં કરેલ હોય એવા અનેક પ્રકારના વહીવટો પાલિકાના પદાધિકારીઓ કરી રહ્યા હોય પણ સત્તાના નશામાં ચુર એવા પાલિકા પ્રમુખે જનતા સામે પણ એક નજર કરી એમની સુવિધાઓ પણ પુરી પાડવી જોઇએ ત્યારે વલ્લભીપુરના વિરોધપક્ષના નગરસેવક દ્વારા તાત્કાલીક સફાઇ કરાવવા અને ગંદકીના ઢગલા દુર કરવા માંગ કરેલ છે.