Get The App

ધંધુકામાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરાયું

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
ધંધુકામાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરાયું 1 - image


- રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા

- ઓવરબ્રીજના છેડેથી ભાવનગર તરફ તક્ષશીલા વિદ્યાલય સુધી ભૂગર્ભ ગટર થતા ધોરી માર્ગનું ધોવાણ અટકાવી શકાશે

ધંધુકા : રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ અમદાવાદ ડિવીઝન કચેરીના તાબેના ધંધુકા માર્ગ અને મકાન સબ ડિવીઝન દ્વારા અમદાવાદ જિલ્લાના ફેદરા, ધંધુકા, તગડી ફોરલેન પ્રોેજેકટના એક ભાગરૂપે ધંધુકા શહેરી વિસ્તાર રાજય ધોરી માર્ગના વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર(ટ્રોમ વોટર ડ્રેન)નું કામ યુધ્ધના ધોરણે શરૂ કરાયુ છે. આ કામ ચોમાસા પુર્ણ થશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતુ.

ધંધુકા સબ ડિવીઝન હસ્તકના ધંધુકા સબ ડિવીઝન દ્વારા અમદાવાદ જિલ્લા હસ્તકના ફેદરા, ધંધુકા અને તગડી સુધીની ફોરલેનના કામના એક ભાગરૂપે ધંધુકા શહેરી વિસ્તારના ઓવરબ્રીજના છેડેથી ભાવનગર ધોરી માર્ગ પરના તક્ષશીલા વિદ્યાલય સુધી વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનું કામ યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ છે. ચોમાસામાં સિટી વિસ્તારના પાણીના નિકાલ માટે ખાસ ભૂગર્ભ ગટર યોજના થતા રાજય ધોરીમાર્ગનું ધોવાણ થતુ અટકાવી શકાશે. આ ભૂગર્ભ ગટર યોજના અંતગર્ત વરસાદી પાણીના નિકાલનું કામ આગામી ચોમાસા પહેલા પુર્ણ કરવામાં આવશે તેવુ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. આ લાઈનના લેવલ સહિતના કામ ઉપર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના ઈજનેરો સતત ખડે પગે રહી કામ કરવા માટે માર્ગદર્શન આપી રહ્યા હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે. ભૂગર્ભ ગટર યોજનાના પ્રથમ તબકકામાં ધોરી માર્ગ બગોદરા ઉપર શહેરી વિસ્તાર અડવાળ આવ્યુ છે. જયારે બીજા તબકકામાં રાણપુર સર્કલથી ભાવનગર ધોરીમાર્ગ તક્ષશીલા વિદ્યાલય સુધીનું કામ હાલમાં પ્રગતિમાં હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ. આગામી ચોમાસા પહેલા આ ભૂગર્ભ ગટર યોજના અંતગર્ત ધંધુકા શહેરના વિવિધ સોસાયટી વિસ્તારોના વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે.તેમ સૂત્રોએ અંતમાં ઉમેર્યુ હતુ.


Google NewsGoogle News