Get The App

યુ.કે.માં નર્સિંગનું કામ અપાવવા બહાને યુવતી સાથે રૃ. 28.20 લાખની ઠગાઇ

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
યુ.કે.માં નર્સિંગનું કામ અપાવવા બહાને યુવતી સાથે રૃ. 28.20 લાખની ઠગાઇ 1 - image


- યુ.કે. રહેતા દંપતી સહિત ચાર સામે ફરિયાદ

- ઠગ દંપતીએ બોગસ જોબ લેટર રજૂ કરતાં પોરબંદરની યુવતીને 10 વર્ષ સુધી યુ.કે. જવા પર પ્રતિબંધ ફરમાવાયો

પોરબંદર : પોરબંદરની એક યુવતીને યુકે ખાતે નર્સિંગનું વર્ક અપાવવાના બહાને ૨૮ લાખ ૨૦ હજાર પિયાની છેતરપિંડી કરવામાં આવતા અને બોગસ જોબ લેતા તૈયાર કર્યો હોવાથી યુકેમાં ૧૦ વર્ષ જવા ઉપર પ્રતિબંધ મુકાવી દેવાતા દંપતી સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

મૂળ કુતિયાણા તથા હાલ પોરબંદરના શીતલ કોમ્પલેક્ષમાં રહેતી મિતલ ભીમાભાઇ ભુતીયા નામની ૨૩ વર્ષની યુવતી એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે નર્સિંગનો કોર્સ કર્યો છે. અને તે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં પ્રેક્ટીકલ કામ કરવા માટે જતી હતી. ત્યારે લેબ ટેક્નિશિયન તરીકે કામ કરતા અજય દિલીપ ચાવડા નામના રાણાવાવના યુવાન સાથે ઓળખાણ થઈ હતી અને અજય ત્યારે યુકે જતો રહ્યો હતો. મિતલે અજયને યુકે જવા માટે નર્સિંગની વર્ક વિઝા માટે એજન્ટ ધ્યાનમાં હોય તો જણાવવાનું કહેતા દિગ્મિતા પટેલ કે જે યુકેમાં અજયની પાસે જ રહે છે અને કેર હોમમાં કેરટેકર તરીકે જોબ કરે છે. તેના સાથે વાત કરીને જાણ કરીશ તેમ કહ્યું હતું.

અજયે તેઓના નંબર આપતા મુકેશ વીરદાસ પટેલ કે જે કાકાશિયા ગામે રહે છે અને તેની પુત્રી દિગ્મીતા પટેલ કે જે યુકે રહે છે એ પિતા પુત્રી લોકોને વિદેશ લઇ જવા માટે કામ કરે છે. તેમ કહ્યું હતું.

આથી મીતલે મુકેશભાઈ પટેલને ફોન કર્યો હતો. ત્યારે તેણે એવું જણાવ્યું હતું કે તેઓ લુણાવાડા પાસે ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. અને સાથે વિદેશ લઈ જવા માટે કામ પણ કરે છે. તમારે યુકે જવું હોય. તો વિઝા કરાવી આપીશ. મારી દીકરી દિગ્મીતા અને જમાઈ ધર્મેશ પટેલ પણ યુકે રહે છે. તેમ કહીને વિશ્વાસમાં લીધી હતી.

મિતલ એ ખર્ચ અંગે પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે ૨૭ લાખ પિયા એજન્ટ તરીકે તથા  એક લાખ વીસ હજાર વિઝા ફી વગેરે લાગશે. તેમ જણાવ્યું હતું અને તેના ડોક્યુમેન્ટ પણ મિતલે  મોકલી આપ્યા હતા. અને ત્યારબાદ કટકે કટકે પિયા પણ આપી દીધા હતા તથા તે અંગે સ્પોન્સર જોબ લેટર માટે ડીટેલ માંગતા પાસપોર્ટ સહિત વિગતો આપી હતી. 

ત્યારબાદ મિતલ તેના પતિ સામત સાથે અમદાવાદ ગઈ હતી અને પોતાના ડોક્યુમેન્ટ સ્કેન કરાવી બાયોમેટ્રિકની પ્રોસેસ કરાવી ૧,૨૦,૦૦૦ની વિઝા ફીની રિસિપ્ટ પણ મેળવી હતી તથા અસલ પાસપોર્ટ ત્યાં જમા કરાવ્યો હતો.

ત્યારબાદ દિગ્મીતા તેનો પતિ ધર્મેશ અને પિતા મુકેશભાઈ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે હવે ચિંતા કરતા નહીં તમારું વર્ક વિઝાનું સબમીશન થઈ ગયું છે. અને ટૂંક સમયમાં થઈ જશે અને તમારું કામ નહીં થાય તો પૈસા પરત આપી દેશું તેવો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ ફરિયાદીને તેનો પાસપોર્ટ કુરિયર મારફતે મળ્યો હતો પરંતુ તેમાં કોઈ વિઝા સ્ટેમ્પ લાગેલા ન હતા. તેથી તેઓએ મુકેશભાઈ ને ફોન કરીને પૂછતા યુકે ગવર્મેન્ટનો એક રેફયુઝર લેટર મોકલ્યો હતો. જેમાં એક જ નોકરી માટે બે સ્પોન્સર લેટર મોકલેલ હોવાથી વિઝા નહીં મળવા પાત્ર છે તેમ જણાવ્યું હતું.

આથી મિતલ એ અન્ય વર્ક વિઝાનું કામ કરતા એજન્ટોને પૂછતા એવું જાણવા મળ્યું હતું કે દિગ્મીતાએ મોકલેલ સ્પોન્સર લેટર બોગસ છે અને તેના કારણે જ વર્ક વિઝા મળ્યા નથી. અને યુકે ગવર્મેન્ટ તરફથી દસ વર્ષ સુધી યુકે જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આથી છેતરપિંડી થયાની જાણ થતા મિતલ એ વારંવાર મુકેશ પટેલ સહિતના અને પૈસા પરત આપવા માંગ કરી હતી. પરંતુ પૈસા આપવાને બદલે ગાળો આપીને હત્યાની ધમકી આપવામાં આવતી હતી. તેથી અંતે મિતલે મુકેશ વીરદાસ પટેલ નામના કાકાશિયાના ઈસમ ઉપરાંત યુકે રહેતી દિગ્મીતા ધર્મેશ પટેલ તેનો પતિ ધર્મેશ પટેલ અને ફોન કરનાર પિંકેશ પટેલ વગેરે તમામ સામે ગુનો નોંધાવ્યો છે.


Google NewsGoogle News