Get The App

ભાવનગરના બે સેન્ટર પર યુજીસી નેટની પરીક્ષા લેવાશે

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
ભાવનગરના બે સેન્ટર પર યુજીસી નેટની પરીક્ષા લેવાશે 1 - image


- નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આગામી 18 જૂને

- ગવર્મેન્ટ કોલેજમાં લેક્ચરર બનવાના ધ્યેય સાથે 1050 ઉમેદવાર પરીક્ષા આપશે

ભાવનગર : સરકારી કોલેજમાં લેક્ચરર બનવા ઉમેદવાર યુજીસી નેટ હોવો જરૂરી છે અને આ પરીક્ષા પણ એનટીએ દ્વારા યોજાતી હોય છે. ભાવનગરમાં આગામી તા.૧૮ જૂનના રોજ બે પરીક્ષા સેન્ટર પર નેટની પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં ૧૦૫૦ ઉમેદવારો પરીક્ષા આપશે.

મળતી વિગતો મુજબ ગવર્મેન્ટ કોલેજોમાં લેક્ચરર બનવા માટે નિશ્ચિત કરાયેલ લાયકાતમાં ઉમેદવાર યુજીસી નેટ ક્લીયર કરેલું હોવું જોઇએ. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આ પરીક્ષાનું આયોજન થતું હોય છે. આ વર્ષે આગામી તા.૧૮ જૂને નેટની પરીક્ષા યોજાવાની છે. ભાવનગરમાં ૧૦૫૦ ઉમેદવારોએ આ પરીક્ષા આપવા પરીક્ષા ફોર્મ ભર્યા હતા જેની બેઠક વ્યવસ્થા માટે સિલ્વર બેલ્સ અને અમરજ્યોતિ સ્કૂલ એમ બે પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે જ્યાં ૯.૩૦ થી ૧૨.૩૦ના સમયગાળામાં આ પરીક્ષા લેવામાં આવનાર છે. ૩૦૦ માર્કસના ઓએમઆર પ્રશ્નો થકી આ પરીક્ષા લેવાશે જેમાં માઇનસ પદ્ધતિ પણ અમલી રહેશે.


Google NewsGoogle News