Get The App

જામજોધપુરમાં મોટી દુર્ઘટના, બે યુવાનોના ચેકડેમમાં ડૂબતાં મોત, એક ન્હાવા પડ્યો તો બીજાનો પગ લપસ્યો

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
જામજોધપુરમાં મોટી દુર્ઘટના, બે યુવાનોના ચેકડેમમાં ડૂબતાં મોત, એક ન્હાવા પડ્યો તો બીજાનો પગ લપસ્યો 1 - image


Jamnagar News: જામજોધપુર તાલુકામાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયા છે. જેમાં ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યા હતા.

પ્રથમ બનાવમાં બગોદરા જિલ્લાના બાસવાડા ગામનો વતની અને હાલ ગીંગણી ગામે ધીરૃભાઈ ફળદુના ડેલામાં રહેતો અને ખેતમજૂરી કામ કરતો રાજેશ ભૈરાભાઈ ડોડિયા નામનો 19 વર્ષીય યુવાન મજૂરીકામ પૂર્ણ કરીને વેણુ નદીના પુલ પાસે પાણીમાં ન્હાવા પડયો હતો. જેમાં વહેતા પાણીમાં અકસ્માતે ડૂબી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ મનોહર ભૈરાભાઈ ડોડિયાએ પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત બીજા બનાવમાં મૂળ જૂનાગઢ જિલ્લાના વતની અને હાલ જામજોધપુર નજીકના કોર્ટ બિલ્ડીંગ પાસે રહેતો કરણ જેરામભાઈ નિમાવત નામનો ૧૯ વર્ષીય બાવાજી યુવાન ખોડિયાર મંદિરની પાછળ આવેલ ચેકડેમમાં કપડાં ધોતી વખતે અકસ્માતે પગ લપસી જતાં નદીમાં પડી ગયો હતો. જેથી તેનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જેરામભાઈ દામોદરભાઈ નિમાવતએ પોલીસને જાણ કરતાં મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News