શહેરમાં બે યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
- અગમ્ય કારણોસર મહામૂલી જિંદગીનો અંત આણ્યો
- ખેડૂતવાસ અને ચિત્રાના બન્ને યુવાનને હોસ્પિટલ ખસેડાતા મોતને ભેટયાં
ભાવનગર : શહેરના ચિત્રા અને ખેડૂતવાસમાં બે યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા હોસ્પિટલ બીછાને મૃત્યુ થયું હતું.
પ્રથમ બનાવની મળતી વિગત મુજબ શહેરના ખેડૂતવાસ, રજપૂત સોસાયટીમાં રહેતા સાવનભાઈ હરેશભાઈ મેર નામના ૨૦ વર્ષીય યુવાને આજે શુક્રવારે બપોરે એક કલાકના સુમારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર જાતેથી ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજપરના તબીબે બપોરે ૧-૪૦ કલાકે મૃત જાહેર કર્યા હતા. બીજા એક બનાવમાં શહેરના ચિત્રા, ફુલસર વિસ્તારમાં આવેલ ભાર્ગવ વૃક્ષ મંદિર પાસે, મધુવન સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ મેઘજીભાઈ બુકેલિયા (ઉ.વ.૩૦) નામના યુવાને આજે બપોરે ૧-૧૫ કલાકે તેના ઘરે અગમ્ય કારણોસર જાતેથી ગળાફાંસો ખાઈ લેતા યુવાનને સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવતા બપોરે બે કલાકે કલ્પેશભાઈનું મૃત્યુ થયું હોવાનું હોસ્પિટલ પોલીસે જણાવ્યું છે.