ભાવનગર અને રાજુલાના બે શખ્સ ધોલેરામાં વિદેશી દારૂ સાથે પકડાયા
આઈસરમાં તલાશી લેતા દારૂની બોટલો-પાઉચનો જથ્થો મળ્યો
પોલીસે આઈસર, દારૂ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
ભાવનગર: ધોલેરા ચાર રસ્તા પાસેથી પોલીસે આઈસરને રોકી તલાશી લેતા વિલાયતી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે આઈસર, દારૂનો જથ્થો, મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ભાવનગર અને રાજુલાના બે શખ્સની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોલેરા ચાર રસ્તા પાસે મધરાત્રિના સમયે ધોલેરા પોલીસનો સ્ટાફ વાહન ચેકીંગમાં હતો. ત્યારે પીપળી તરફથી આવી રહેલ આઈસર નં.જીજે.૦૪.એડબ્લ્યુ.૫૫૨૬ને શંકાના આધારે રોકતા આઈસરનો ચાલક મેહુલ ચંદુભાઈ કાનાણી (રહે, ખેતાગાળા, ખોડિયારનગર, રાજુલા) નામનો શખ્સ નશાની હાલતમાં હોય, પોલીસે બાદમાં કેબીનના ઉપ્રના ભાગે તપાસ કરતા તાડપત્રીની આડમાં છુપાવેલી દારૂની ચાર બોટલ અને ૧૮૦ એમ.એલ.ના પેપર પાઉચ નં.૯૬ મળી આવ્યા હતા. જેથી પોલીસે વિલાયતી દારૂ, આઈસર અને એક મોબાઈલ ફોન સહિત્ના મુદ્દામાલ સાથે આઈસર ચાલક મેહુલ કાનાણી તેમજ મેહબુબ અબ્દુલભાઈ કુરેશી (રહે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, કુંભારવાડા, નારી રોડ, ભાવનગર) નામના શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી