ઢસામાં આધેડની હત્યામાં બે શખ્સ એક દી'ના રિમાન્ડ પર

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
ઢસામાં આધેડની હત્યામાં બે શખ્સ એક દી'ના રિમાન્ડ પર 1 - image


યુવતી વિશે અભદ્ર ભાષા પ્રયોગ કરતા કોષના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું

લાશને મંદિરની સામે ખરાબમાં ફેંકી દીધી હતી

ગઢડા: ગઢડા તાલુકાના ઢસા ગામે આધેડને કોષના ઘા ઝીંકી હત્યા કરી નાંખવાની ઘટનામાં પોલીસે બન્ને હત્યારા શખ્સને ગણતરીની કલાકોમાં ઝબ્બે કરી કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાના ઢસા ગામે ગઈકાલે બુધવારે જીતુભાઈ મગનભાઈ મકવાણા, પરેશ જીતુભાઈ જોગાણી અને પ્રવીણ ઉર્ફે બિપીન વાલજીભાઈ માલવિયા સહિતનાઓ પ્રવીણ ઉર્ફે બિપીનની વાડીમાં બેઠા હતા. ત્યારે જીતુભાઈ મગનભાઈએ યુવતી વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા પરેશ અને પ્રવીણ ઉર્ફે બિપીને ઉશ્કેરાઈ જઈ ૫૫ વર્ષીય આધેડ જીતુભાઈને કોષક્ષના ઘા ઝીંકી અને ઢીકાપાટુંનો માર મારી હત્યા કરી નાંખી હતી. આધેડનું ઢીમ ઢાળી દીધા બાદ મૃતકની લાશને  ઢસાના આંબરડી રોડ ઉપર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરના દરવાજા નજીક ફેંકી દીધી હતી. આ બનાવ અંગે મૃતકના ભાણેજ નિરવભાઈ વિનુભાઈ પરમાર (રહે, જસદણ)એ બન્ને શખ્સ સામે ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૩, ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી બન્ને હત્યારા શખ્સ પરેશ જીતુભાઈ જોગાણી અને પ્રવીણ ઉર્ફે બિપીન વાલજીભાઈ માલવિયાની ગણતરીના કલાકોમાં ગત રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ધરપકડ કરી હતી. બન્ને શખ્સને આજે કોર્ટમાં રજૂ કરી આવતીકાલ શુક્રવાર સાંજે ચાર કલાકના રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું ઢસા પીએસઆઈ વી.વી. પંડયાએ માહિતી આપતા જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, મૃતક જીતુભાઈ મકવાણા ઢસા ગામે એકલા રહી તેના મિત્ર પ્રવીણ ઉર્ફે બિપીનની વાડીમાં કામ કરતા હતા.


Google NewsGoogle News