તળાજાના બપાડા નજીક ગાંજા સાથે મહિલા સહિત બે ૫કડાયા

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
તળાજાના બપાડા નજીક ગાંજા સાથે મહિલા સહિત બે ૫કડાયા 1 - image


એસઓજી ચોક્કસ બાતમીના આધારે મકાનમાં દરોડો પાડયો

પોણા બે કિલોથી વધુ સુકો ગાંજો, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો

ભાવનગર: ભાવનગર-તળાજા હાઈવે પર બપાડાના પાટિયા પાસે આવેલી રાજસ્થાની હોટલની બાજુના રહેણાંક મકાનમાં સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે દરોડો પાડી પોણા બે કિલોથી વધુ વજનના સુકા ગાંજા અને મોબાઈલ ફોન સાથે મહિલા સહિત બેની ધરપકડ કરી હતી.

બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર તળાજા હાઈવે રોડ બપાડાના પાટિયા પાસે રાજસ્થાની હોટલની બાજુમાં આવેલા રહેણાંક મકાનમાં સુકા ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે દરોડો પાડી તલાસી લેતા ઘરમાંથી ૧ કિલો, ૮૩૬ ગ્રામ વજનનો સુકો ગાંજો મળી આવતા એસઓજીએ વિજય ઉર્ફે કાંચો મનુભાઇ રાઠોડ અને ફરિદાબેન મહેબુબભાઇ રફાઇને ઝડપી લઈ સુકો ગાંજો અને બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે મહિલા અને શખ્સ સામે તળાજા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.



Google NewsGoogle News