તળાજા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાળકી સહિત બેના મોત

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
તળાજા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાળકી સહિત બેના મોત 1 - image


અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા

તળાજા ખેતીવાડી અધિકારીની કાર અને રસ્તો ઓળંગતી બાઈક વચ્ચે ટક્કર 

તળાજા: તળાજા નજીક મહુવા હાઇવે પર ક્રિષ્ના હોટેલથી આગળ સાંજના સમયે ફોર વહીલ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક તળાજા ખેતીવાડી અધિકારી ચલાવી રહ્યા હતા.બાઈક પર સમઢીયાળા ગામના પતિ પત્ની અને તેની દીકરી ઉપરાંત અહીંના સાખડાસર ગામે રહેતા સાઢુભાઈની પાંચ વર્ષની દીકરી મળી ચાર વ્યક્તિ સવાર હતા.જેમાં માસા અને ભાણેજનું મોત નિપજ્યું હતું.

આ બનાવવાની પ્રાપ્ત થતી વિગત અનુસાર તળાજાના સાંખડાસરના જાની અને સમઢીયાળાના પનોત પરિવાર માટે માતમ નો દિવસબની ગયો.સાંખડાસર ગામના ખેડૂત અશોકભાઈ જાનીના ઘરે સમઢીયાળા રહેતા સાઢુભાઇ મહેશભાઈ પનોત,તેના પત્ની નયનાબેન અને તેની દીકરી દેવાંગી (ઉ.વ.આ.૬) બાઈક લઇ આવ્યા હતા.તેઓ ત્રણેય ઉપરાંત અશોકભાઈની દીકરી ભૂમિ (ઉ.વ.૫) સાંજના ૬ વાગ્યા આસપાસ મહુવા રોડ પર બાઈક લઈ ને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.તે સમયેજ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.કાર તળાજાના ખેતીવાડી અધિકારી ઉત્સવ રાણપરિયા ચલાવતા હતા.તેઓએ કાર અટકાવી ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તળાજા ખસેડવા ની કવાયત કરી રહ્યા હતા.એજ સમયે મહુવાના પો.ઇ દેસાઈ સરકારી વાહન લઈ પસાર થતા ઇજાગ્રસ્તો ને પોલીસ સરકારી વાહનમાં તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.જ્યાં ભૂમિ અશોકભાઈ જાની ને તબીબો એ મૃત જાહેર કરી હતી.ત્રણેય ઇજાગ્રસ્તોને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં માસા અને ભાણકી બંને ના મોત નિપજ્યા હતા.



Google NewsGoogle News